ગુજરાતને મળી શકે છે વધુ એક જિલ્લો, કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ, મુખ્યમંત્રી કક્ષાએથી જાહેરાત કરવામાં આવશે
નવા વર્ષે ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠકમાં જિલ્લાના બે ભાગ કરવા અંગે ચર્ચા થયા બાદ હવે મુખ્યમંત્રી કક્ષાએથી જાહેરાત કરવામાં આવી શકે છે.
- Advertisement -
કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ આગામી સમયમાં ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. સૂત્રો મુજબ ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગ કરાઇ શકે છે. આજે કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચા વચ્ચે આ જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની પણ માંગ છે. વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકા આવેલા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકા છે.
જેમાં પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવા માટે છેલ્લા 25 વર્ષથી માંગણી થઈ રહી છે. આ તરફ વડગામ તાલુકાના જલોત્રા ગામને તાલુકો બનાવવા માંગણી કરાઈ રહી છે તો વળી થરાદના રાહ ગામને પણ તાલુકો બનાવવાની છેલ્લા કેટલાય વર્ષથી માંગણી થઈ રહી છે.