BU પરમિશન નહીં હોવાથી ઑનલાઇન અરજી નહીં કરી હોવા છતાં સ્કૂલ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારના નિયમો અને પરીપત્રો બહાર પડે છે પરંતુ ધ્રાંગધ્રા ખાતે એક એવી નકલી સ્કૂલ ધમધમી રહી છે જે સ્કૂલને શિક્ષણ વિભાગની પરમિશન પણ મળી નથી છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી સ્કૂલમાં બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. હવે આ શિક્ષણ વિભાગની પરમિશન વગર ધમધમતી સ્કૂલને નકલી સ્કૂલ નહિ તો બીજું શું કહી શકાય ? ધ્રાંગધ્રા કુડા ચોકડી નજીક ચાલતી આ સ્કૂલને નથી બી.યુ પરમિશન કે નથી શિક્ષણ વિભાગની પરવાનગી છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી સ્કૂલના વિદ્યાર્થીઓના ભણતરના ભવિષ્ય ક્યાં જઈને અટકલશે કોઈ કહી શકે તેમ નથી.
છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી આ નકલી સ્કૂલમાં નંબર વગરની છે જેથી છતાં બાલવાટિકા પાચ વર્ષથી વધુ ઉંમરના બાળકોનો અભ્યાસક્રમ થઈ રહ્યો છે આ બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકોને કોઈપણ કારણોસર અન્ય સ્કૂલમાં એડમિશન લેવાની ફરજ પડે ત્યારે કોઈપણ સ્કૂલ બાળકોનો હાથ નહિ પકડે જેથી પરવાનગી વગરની સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ 40થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગત અઠવાડિયે “ખાસ – ખબર” દ્વારા ધ્રાંગધ્રા ખાતે શિક્ષણ વિભાગની પરવાનગી વગર ચાલતી સ્કૂલ અંગે અહેવાલ પ્રસુષશ કર્યો હતો જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપ્યા હતા પરંતુ ધ્રાંગધ્રા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના નામે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તે પ્રકારે તપાસ આદરી અને હજુપણ સ્કૂલ પહેલાની માફક યથાવત પરિસ્થિતિમાં જ ધમધમી રહી છે ત્યારે શિક્ષણ વિભાગની પરવાનગી નહિ હોવા છતાં પણ ધમધમતી સ્કૂલ સામે પગલાં ભરવામાં તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે ? તેવો સવાલ ઉદભવ થાય છે.