ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
માળીયા તાલુકા પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ કે આ કામના ફરીયાદીના ધરમાંથી શેરીમાં પાણી નીકળતુ હોય જેનુ મનદુખ રાખી આ કામના આરોપીઓ નં. 1 સુરેશભાઈનાએ ફરીયાદીના પતીને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી તેમજ આરોપી નં. 2 અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતીના વાસાના ભાગે મારી ઈજા કરી તેમજ આરોપી નં. 4 અશોકભાઈએ લાકડીથી ફરીયાદીના પતીને શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી તેમજ ફરીયાદીના પીતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતીને માર મારવાથી બચાવવા જતાં આરોપી નં. 3 વિજયભાઈએ તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પીતાને કપાળના ભાગે મારી ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી લાકડી તથા લોખંડના પાઈપ વતી જીવલેણ ઘા કરી ઈજા કરી ખુન કરેલ હોય તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી તરફે એડવોકેટ મારફત દલીલ કરવામાં આવેલ કે મરણજનારને આરોપીએ કોઈ માર મારેલ હોય તેમ નથી અને આરોપીનો કોઈ ગુનાહીત ઈતિહાસ નથી અને ધારદાર કાયદાકીય દલીલ કરી અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ કરાયેલા હતા. બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટનું સંજયચાંદ્રા વી. સી.બી.આઈનું જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.