બે વર્ષમાં કાર્ડિયાકના કેસમાં 420 ટકાનો ચિંતાજનક વધારો
ઉનાળામાં ડબલ ઋતુના કારણે સખત તાવના 776 કેસ નોંધાયા
- Advertisement -
રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે એપ્રિલમાં 108 ઇમરજન્સી કેસના આંકડાની માહિતીમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કાર્ડિયાકના કેસોની સંખ્યામાં વધારો થયો છે. એપ્રિલમાં 1458 કાર્ડિયાકના કેસ નોંધાયા જે ગત વર્ષે 1131 કેસ જ હતા. 2021ના એપ્રિલમાં તો કાર્ડિયાકના માત્ર 280 કેસ જ નોંધાયા હતા. એટલે રાજ્યમાં બે વર્ષમાં કાર્ડિયાકના કેસમાં 420 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. જ્યારે ડબલ ઋતુના લીધે એપ્રિલમાં સખત તાવના 776 કેસ 108 માં નોંધાયા છે.
108ના એક માસમાં નોંધાયેલા આંકડામાં ગત વર્ષે એપ્રિલસમાં મિશ્રા ઋતુ ન હોવાના કારણે સખત તાવના કેસ માત્ર 448 નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ગરમીમાં કમોસમી વરસાદના કારણે ગત વર્ષની સરખામણીમાં 73 ટકાના વધારા સાથે એપ્રિલમાં સખત તાવના 776 કેસ નોંધાયા છે. શ્વાસ લેવામાં તકલીફના કેસમાં 38 ટકાના વધારા સાથે ચાલુ વર્ષે 1745 કેસ ચોપડે નોંધાયા છે. ઉપરાંત ગરમીને લીધે ગત વર્ષે એપ્રિલમાં હીટ સ્ટ્રોકના 3 કેસ નોંધાયેલા, જ્યારે ચાલુ વર્ષે ગરમી નથી છતાંય હીટ સ્ટ્રોકના 6 કેસ નોંધાયા છે. પેટમાં દુખાવાના કેસમાં 24 ટકાના વધારા સાથે આ વર્ષે 2093 કેસ, ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુખાવાના 910 કેસ, માથાના દુખાવાના 139 કેસ અને અચાનક બેભાન થવાના 1297 કેસ નોંધાયા છે.