‘ખાસ-ખબર’ના અહેવાલના સિન્ડિકેટમાં પડઘાં
યુનિવર્સિટીની ગરિમાને ઝાંખપ લગાડતી ઘટના સામે સિન્ડિકેટ સભ્યો લાલઘુમ
- Advertisement -
કુલપતિ ડો. ભીમાણી શું કરશે? શિક્ષણ જગતની મીટ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીના પરાક્રમો ઉપર બેફામ આક્ષેપ કરતો ‘લેટર-બોમ્બ’ ‘ખાસ-ખબર’ દૈનિકમાં પ્રસિદ્ધ થયાની ઘટનાના ઉગ્ર પડઘા તાજેતરમાં યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં પડ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે સંભળાતી વિગત મુજબ તાજેતરના ‘ખાસ-ખબર’ના અહેવાલના અનુસંધાને સિન્ડિકેટની બેઠકમાં સિન્ડિકેટ સભ્યોએ કુલપતિ ડો. ભીમાણી ઉપર તડાપીટ બોલાવી હતી. યુનિવર્સિટીની ગરિમાને ઝાંખપ લગાડતી આ ઘટના બાબતે કુલપતિ ડો. ભીમાણી પ્રેસ કોન્ફરન્સ બોલાવી સ્પષ્ટતા કરે અથવા તો આવો લેટર વહેતો કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરે એવી ઉગ્ર માંગણી સિન્ડિકેટ બેઠકમાં ઉઠી હતી. લેટર બોમ્બના અહેવાલમાં કુલપતિ ડો. ભીમાણીના ચારિત્ર્ય અને તેમના ચર્ચાસ્પદ સંબંધો બાબતે નામ અને સ્થળ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય શિક્ષણ જગતની ગરિમાને ધ્યાનમાં રાખીને કુલપતિએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ એવી મોટાભાગના સિન્ડિકેટ સભ્યોની લાગણી હોવાનું સંભળાય છે.
કુલપતિ ડો. ગીરીશ ભીમાણી અને વિવાદ એકબીજાના પર્યાય હોય તેમ ડો. ભીમાણી કુલપતિ બન્યા એ પહેલાં પણ તેમના પરાક્રમોની ગાથા અખબારોના પાને આલેખાયેલી છે જ પણ વર્તમાન સમયમાં તેઓ કુલપતિ પદ ઉપર હોય આ પદની ગરિમા અને યુનિવર્સિટીની આબરૂ દાવ પર લગાડતી આ ઘટના બાબતે ડો. ભીમાણીએ સ્પષ્ટતા કરવી જ જોઈએ એવી વાત સિન્ડિકેટની બેઠકમાં થયાનું જાણવા મળે છે. આ ‘લેટર બોમ્બ’ યુનિવર્સિટીના જ પ્રિન્ટેડ કવરમાં, રજીસ્ટારના નામે મોબાઈલ નંબર સાથે મોકલવામાં આવ્યાનો અહેવાલમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત જેમના નામે મોકલવામાં આવ્યો તેમના નામ, ફોન નંબર અને સહી પણ છે. (જો કે આ તમામે આ વાતને સ્પષ્ટ નકારી હતી) ત્યારે કુલપતિ ડો. ભીમાણી ચોખવટ કરે તે જરૂરી છે.
- Advertisement -
વરિષ્ઠ સિન્ડિકેટ સભ્યની લાગણી, કુલપતિ ખુલાસો કરે
‘ખાસ-ખબર’ના લેટર બોમ્બના અનુસંધાને સિન્ડિકેટ બેઠકમાં બોલેલી બઘડાટી બાબતે એક વરિષ્ઠ સિન્ડિકેટ સભ્યે ‘ખાસ-ખબર’ને ફોન કરીને આ બાબતે જાણકારી આપી હતી. તેમના જણાવ્યા મુજબ યુનિવર્સિટીના ટોચના સ્થાને બેઠેલી વ્યક્તિ ઉપર આવા આક્ષેપો થાય ત્યારે તેમણે નૈતિક ફરજ અને પદની ગરિમાને ધ્યાનમાં લઈને યોગ્ય ખુલાસો કરવો જ જોઈએ. હવે જોવાનું એ રહે છે કે કુલપતિ સિન્ડિકેટ સભ્યોની વાતને સ્વીકારે છે કે માટીપગા સાબિત થાય છે?
ડૉ.ભીમાણીના અંગત જીવન પર આક્ષેપ કરતાં પત્રમાં શું?
– ડો. ભીમાણીના ચારિત્ર્યની હિન કક્ષાની વાતો
– ડો. ભીમાણીની ચેમ્બરમાં પર્સનલ ચેમ્બર
– ડો. ભીમાણીના જામનગર, અમરેલીનાં ‘પરાક્રમો’
– ડો. ભીમાણી દ્વારા કોલેજના સંચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી
– ડો. ભીમાણી દ્વારા કુલપતિ બંગલે થતી વિવિધ પ્રકારની પાર્ટીઓ
– ડો. ભીમાણીના કરતૂતો અખબારમાં જે-તે સમયે છપાયાનો ઉલ્લેખ
– ડો. ભીમાણીને હટાવી છજજમાંથી કાયમી કુલપતિની માંગ
કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીનાં ત્રાસ અને શોષણનો ભોગ બનેલાઓ તથા સૌરાષ્ટ્ર યુનિ.નાં કથળેલાં વહીવટથી પીડિતો ‘ખાસ-ખબર’નો 76982 11111 પર સંપર્ક કરે