ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મીહનાથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ધરાવતા વીરપુર ગામના કમલેશભાઈ અને દિનેશભાઇ સરવૈયા (ભકાભાઈ) પોતાની વાડીએ – બાંધેલા બે બળદ માંથી એક બળદનું દિપડાએ મારણ કર્યાંનું સામે આવ્યું છે,
- Advertisement -
વીરપુર આહાબા સીમમાં છેલ્લાં ઘણા સમયથી દીપડાની દહેશત થી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે આહાબા સીમમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તાર માથી ઘણા શ્વાનોનો શિકાર કર્યા છે જેમને લઈને ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્યારે આ હિંસક દિપડાએ ગત રાત્રીએ દિનેશભાઇ સરવૈયાએ પોતાના બે બળદ પોતાની વાડીએ બાંધેલ હતા ત્યારે રાત્રીના સમયે એક બળદનું મારણ કર્યું હતું. ખેડૂત દિનેશભાઇ પોતાની વાડીએ વહેલી સવારે જતા તેમણે ત્યાં જોતા બે માંથી એક બળદનું કોઈ વન્ય પ્રાણીએ મારણ કર્યું હોવાનું જણાતાં તેમણે આજુબાજુના ખેડૂતોને સાથે લઈ તપાસ શરૂ કરતા કોઈ જંગલી જનાવરના પગલાં ખેતરમાં જોવા મળતા કમેલેશભાઈ દિનેશભાઇએ વન વિભાગના આરએફઓ પરેશભાઈ મોરડીયાને જાણ કરી હતી, આરએફઓ મોરડીયાએ પોતાની ફોરેસ્ટ ટિમના જયાબેન રાઠોડ તેમજ રામભાઈ મકવાણા તરતજ વીરપુરની આહાબા સીમમાં આવી તપાસ શરૂ કરી હતી, તપાસ કરતા આજુબાજુ ખેતરમાં જંગલી જનાવરના પગલાંની છાપ દીપડાની છે તેવું ફોરેસ્ટ વિભાગના જયાબેન રાઠોડે અને રામભાઈએ જણાવ્યું હતું મારણ કરેલા બળદના શરીર ઉપરના નિશાન અને પગલાની છાપ સહીતની માહીતી મેળવીને દીપડાને પકડવા આરએફઓ પરેશ મોરડીયાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જયાબેન રાઠોડે આહાબા સીમમાં આવેલ દિનેશભાઇ સરવૈયાના ખેતરમાં પાંજરૂ ગોઠવીને દીપડાને પકડવાની કવાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.