ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કલેકટર કચેરી ખાતે મળેલી જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 50માંથી એક કેસમાં લેન્ડ ગ્રેબિંગ મુજબ પોલીસ ફરિયાદ નોંધવા નિર્ણય કરાયો હતો.
મળતી માહિતી મુજબ કમિટી સમક્ષ શહેર અને જિલ્લામાં જમીન પચાવી પાડ્યાની 50 જેટલી ફાઇલો રજૂ કરવામાં આવી હતી. તેમાંથી કમિટીએ રાજકોટ ગ્રામ્યમાં ખાનગી જમીન દબાવી લેનાર સામે ફોજદારી કરવા નિર્ણય કર્યો છે. જ્યારે ત્રણ કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં 50 કેસ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં જમીન પચાવ્યાની ફરિયાદના આધારે પ્રાંત અધિકારી દ્વારા આસામીઓને નિવેદન લેવાતી નોટિસ મોકલતા સાત કેસમાં સમાધાન કરી લેવામાં આવ્યું હતું જ્યારે 46 કેસ પડતા મુકવાનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો.
કલેકટરમાં મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 50માંથી ફકત એક જ કેસમાં FIR કરવાનો નિર્ણય
