જામનગરના કોન્ટ્રાકટર અને રાજકોટના ફિઝિયો ડોક્ટરના 85 હજારના ફોનની ચોરી
પડધરી પોલીસે બંને કિસ્સામાં ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટમાં યોજાયેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેનો ક્રિકેટ મેચ જોવા ગયેલા રાજકોટના ડોકટર અને જામનગરના કોન્ટ્રાકટરનો ફોન ચોરાયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જામનગર સરસ્વતી પાર્કમાં રહેતા કોન્ટ્રાકટર ભવિદપભાઈ પ્રવીણભાઈ પંડ્યાએ પડધરી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગઇ તા.28/1ના સાંજે જામનગરથી હું તથા બે મિત્રો રાજકોટ ખંઢેરી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની મેચ જોવા માટે ગયા હતા મેચ પુરી થયા બાદ રાત્રીના સ્ટેડીયમની બહાર નિકળ્યા બાદ ચા પીવા માટે ગયા હતા ત્યાં પહોંચતા મને ખ્યાલ આવ્યો કે મારા ખીસ્સામાં રહેલ સેમસંગ કંપનીનો મોબાઇલ કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરીને નિકળી ગયેલ છે માણસોની ભીડ હોય જેથી હું તેને પકડી કે જોઇ શકેલ નહીં. મેં ઈ – એફઆઈઆર કરી હતી. જેથી હવે પડધરી પોલીસ મથકે મારો 75000ની કિંમતનો ફોન ચોરાયાની ફરિયાદ નોંધાવી છે જ્યારે રાજકોટના અમિધન પાર્કમાં રહેતા ફિઝિયો ડોકટર ચિરાગભાઈ પ્રાણલાલભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા મોટાભાઈ સાથે મેચ જોવા ગયો હતો સાંજે સ્ટેડીયમ અંદર ગયા બાદ મેં મારા શર્ટના ખિસ્સામાં જોયું તો મારો મોબાઇલ ફોન ન હોતો આજુબાજુમાં તપાસ કરી પણ મારો મોબાઈલ ફોન મળેલ નહીં ભાઈના ફોનમાંથી મારા ફોનમાં કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ માણસોની ભીડનો લાભ ઉઠાવી મારો 10,000નો ફોન ચોરી લીધાનું જાણવા મળતા પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.