અનુપમા સિરીયલમાં મામાજીનું પાત્ર ભજવનાર શેખર શુક્લા ખાસ-ખબરની મુલાકાતે
ખાસ-ખબરની મુલાકાતે આવેલ કલાકાર શેખર શુક્લા અને જૈન અગ્રણી મીલન કોઠારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લોકપ્રિય સીરીયલ અનુપમામાં મામાજીનું પાત્ર ભજવનાર શેખર શુક્લા ખાસ-ખબરના મહેમાન બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોના દર્શન કરવા પોતાના પરિવારજનો સાથે આવ્યા છે. ખાસ-ખબરની મુલાકાતમાં તેઓની સાથે જાણીતા જૈન અગ્રણી મીલન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત લઈ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે અભિનયના જેટલા પ્રકારો છે તે બધામાં તેઓએ કામ કર્યું છે. નાટકથી અભિનયની શરૂઆત કરી હતી અને હાલ પાંચ વેબસીરીઝમાં કામ કરી રહ્યા છે. તેઓની કારકીર્દીમાં એફઆઈઆર મહત્વની સિરીયલ રહી છે. તેમાં તેઓ સાડા છસ્સો જેટલા અલગ અલગ પાત્રો ભજવ્યા હતા.
તેઓ મુળ મોરબી ટંકારાના છે અને મુંબઇને કર્મભૂમિ બનાવી છે. તેઓએ જણાવ્યું હતું કે હું હાલ અલગ અલગ વેબસીરીઝમાં કામ કરી રહ્યો છું. જેનો વિષય સારો હોય તેમાં જ કામ કરૂ છું. કેમ કે તે જોનારો વર્ગ પણ છે. આ ઉપરાંત તેઓએ તાજેતરમાં દહેરાદૂનમાં દહેરાદૂન પર આધારીત ‘હેપ્પી બર્થડે’ નામની વેબસીરીઝમાં કામ કર્યું છે.
નોંધનીય છે કે, શેખર શુક્લા ‘જન્નત’ ફિલ્મમાં પટેલભાઇના નામથી પ્રખ્યાત થયા હતા. તેઓ લગભગ 41 વર્ષથી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. હિન્દી ફિલ્મો જેમ કે જો જીતા વહી સિકંદર, કોર્પોરેટ, જન્નત, એર લિફ્ટ, મર્ડર 2 અને 3, બ્લડમની, આશિકી 2 તથા 100થી વધુ ગુજરાતી નાટકો જેમાં સફળ નાટકો કઇ શકાય એવામ અમે લઇ ગયા તમે રહી ગયા, મળવા જેવા માણસો, બાબો આવ્યો કુરિયરમાં, પરણેલા છો તો હિંમત રાખો, મહારથી સહીત અનેક નાટકો તથા અનેક ગુજરાતી ફિલ્મો 50 અને મરાઠી ફિલ્મો 10 તેમજ હિન્દી સિરીયલ 50 કરેલ છે.