ડી.એચ કોલેજના મેદાનમાં સુંદર માહોલ વચ્ચે માતાજીની સ્તુતિ સાથે ગરબાનો થશે પ્રારંભ
ટ્રેડીશનલ વસ્ત્રોમાં સજ્જ બહેનો ઝૂમી ઉઠીશે: 1000થી વધુ બહેનો ભાગ લઈ રહી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના સર્વશ્રેષ્ઠ નવરાત્રી મહોત્સવમાં જેની ગણના થાય છે તે સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવનો પહેલા નોરતે માતાજીની સ્તુતિ સાથે ભક્તિભાવપૂર્વક આરતી થી પ્રારંભ થશે. કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકા સહિતના મહાનુભાવોએ માતાજીની આરતી કરીને આ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવશે. બીજા નોરતે જે મહેમાનો ઉપસ્થિત રહેવાના છે તેમાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. રાઘવજીભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, ડો.વલ્લભભાઈ કથીરિયા, નરેન્દ્રસિંહભાઈ જાડેજા, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, એમ. જે. સોલંકી, ઈશ્વરભાઈ પટેલ, ગોપાલભાઈ માંકડિયા, જીતુભાઈ બેનાણી, રમેશભાઈ જીવાણી, ચંદ્રકાંતભાઈ કોટેચા, સરવાનંદભાઈ સોનવાણી, રવિભાઈ ચંદારાણા, ઘનશ્યામભાઈ હેરભા, ગોપાલભાઈ સાપરિયા, રામભાઈ બરછા, ડો.સિદ્ધાર્થભાઈ પટેલ, ધીરુભાઈ રોકડ, ડો.એમ.વી. વેકરીયા, જયસુખભાઈ ઘોડાસરા, અશ્વિનભાઈ આદ્રોજા, ભાવેશભાઈ લીંબાસિયા, રામજીભાઈ વેકરીયા, હિતેશભાઈ દોશી, ઇશાંતભાઈ કડવાણી, દિલીપભાઈ સોમૈયા, ઘનશ્યામભાઈ પરસાણા, રવિભાઈ રાત્રોજા, મુકેશભાઇ રાડદિયા, હિરેનભાઇ કોટક, હર્ષદભાઈ પટેલ, ડો. અમીતભાઈ હપાણી, વિજયભાઇ કારીયા, જીમ્મીભાઈ અડવાણી, અપૂર્વભાઈ મણિયાર, કિરણભાઈ બાટવીયા, પરસોતમભાઈ પીપળીયા, રામજીભાઇ શિયાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નો સમાવેશ થાય છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બહેનોને ગરબે રમતી જોવાનો એક લ્હાવો છે અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડે છે. સરગમ લેડીઝ કલબ દ્વારા યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજના મેદાનમાં સુંદર બેઠક ખુરશી પર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, ખોદીદાસભાઈ પટેલ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્ર્ભઇ શેઠ, રાજભા ગોહેલ, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, દીપકભાઈ શાહ, કૌશિકભાઈ વ્યાસ, તેમજ ડો. ચ્ંદાબેન શાહ , નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ડો. અલકાબેન ધામેલિયા સહિતના કમિટી મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.