જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અવિરત સવારી
માળીયા હાટીનાના વાંદરવડ અને માંગરોળમાં પશુના મોત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લામાં ગત રવીવારથી મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા જિલ્લામાં વરસાદી માહોલ અવિરત જોવા મળી રહ્યો છે.ત્યારે જિલ્લામાં સારા વરસાદને લીધે અનેક જગ્યાએ પશુ મોત સાથે વૃક્ષો ધરાશાય સાથે શહેર અને તાલુકાઓમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા છે. હજુ તો ચોમાસાની ઋતુની શરૂઆત છે.ત્યારે જૂનાગઢ શહેર ખાડાગઢ બની ગયું છે. શહેરના અનેક રોડ સહીત સોસાયટીમાં ખાડા પડી જવાથી લોકો ત્રસ્ત બન્યા છે.અને વાહન ચાલકોના વાહન ખરાબ રસ્તાના લીધે કાદવ કીચડમાં ખુંપી જવાના બનાવો સામે આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થતા સૌથી વધુ વરસાદ વિસાવદરમાં 185 મિમિ, જૂનાગઢમાં 135 મિમિ જયારે મેંદરડામાં 133 મિમિ વરસાદ નોંધાય ચુક્યો છે જયારે અન્ય તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે.ત્યારે જૂનાગઢ સહીત જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા માળીયા હાટીના વાંદરાવાડ ગામે ત્રણ ભેંસ અને બે ગાયના મોત થયા છે જયારે આજે માંગરોળ જૂની મામલતદર કચેરી ખાતે વીજ કરંટથી બે પશુના મોત થયા છે.જયારે જૂનાગઢથી મેંદરડા જવાના રસ્તે વૃક્ષો ધરાશાય થયાનું સામે આવી રહ્યું છે જોકે બે દિવસ પેહલા મેંદરડામાં મધુવંતી નદીના પાણીના પ્રવાહમાં એક ખેડૂત તણાય જતા તેનું મૃત્યુ નિપજયું હતું આમ પેહલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે હજુ તો ચોમાસાની શરૂઆત છે.
- Advertisement -
જિલ્લામાં સારા વરસાદના લીધે જિલ્લાની અનેક નદી નાળા અને ચેકડેમમાં નવા નીરની અવાક જોવા મળી છે જેમાં મેંદરડા પંથક બે કલાકમાં ત્રણ ઇંચ જેટ્લો વરસાદ પડતા ગઈકાલ મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું અને નદી પાણી વહેતા થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી ત્યારે ખાખી મઢી મંદિરના મહંત સુખરામ બાપુ સહીત ગ્રામજનોએ નવા નીરના વધામણાં કર્યા હતા આમ પેહલા વરસાદે ક્યાંક ખુશી તો ક્યાંક ખાના ખરાબીના લીધે લોકો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.આજે પણ સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે હજુ સાંજે સારા વરસાદ પડે તેની લોકો રાહ જુવે છે.
જૂનાગઢ મનપાનું જેસીબી સફાઈ વેળાએ ખાડાગઢમાં ગયું
જૂનાગઢમાં પ્રથમ વરસાદે સટાસટી બોલાવતા મનપા તંત્રની પ્રિ – મોનસુન કામીગીરીની પોલ જોવા મળે છે.આજે મહા પાલિકા દ્વારા રેલવે સ્ટેશનથી મજેવડી રોડ પર આવેલ વોકળાની સફાઈ માટે જેસીબી મશીન કામે લગાડયું હતું પરંતી રોડ સાઈડ વરસાદના લીધે કાચી પડી જતા આખું જેસીબી મશીન વોંકળાના ખાડામાં પડી ગયું હતું ત્યારે મનપા તંત્ર તો ખાડા પુરી નથી શક્યું પણ હવે મનપાના જેસીબી મશીન ખાડામાં જોવા મળે છે આજ રીતે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઈનના લીધે અનેક વાહનો ખાડાગઢમાં ફસાતા જોવા મળ્યા છે હવે મનપા જેસીબી પણ ખાડામાં ગયું જોવા મળતા લોકો કંઈક અલગ નજર થી જોવે છે.




