કોવિડ મહામારીની ત્રીજી લહેરને રોકવામાં આપણે સફળ રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વેકસીન વિકસિત કરવા અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારત દુનિયાનું સુપર પાવર બનવાની નજીક છે. આ વાત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના ડાયરેકટર ડો. બલરામ ભાર્ગવે કહી છે. તેમણે જણાવ્યું કે, રસીકરણ યોગ્ય દેશની 96 ટકા વસ્તીને અત્યાર સુધી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જયારે 75 ટકાથી વધુ વસ્તીને બે ડોઝ આપવામાં આવી ચુકયા છે.ડો. ભાર્ગવે જણાવ્યું કે મેસેન્જર આરએનએ (એમઆરએનએ) વેકસીનની કલીનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થઈ ચુકયા છે. આ વેકસીન કોરોના સંક્રમણથી બચાવ સિવાય ભવિષ્યમાં અન્ય બીમારીઓની સારવાર માટે ઉપયોગ થઈ શકશે.
જો અમારી સંસ્થાઓના કાર્યોને જોવામાં આવે તો અમને તે કહેવામાં કોઈ શંકા નથી કે આપણે જલદી વેકસીન સુપર પાવર હશું. વેકસીન દ્વારા આપણે અન્ય બીમારીઓને રોકવામાં સફળ થશું. આઈસીએમઆરના પ્રમુખે કહ્યું- મોટી સંખ્યામાં દેશના લોકોએ રસીકરણ અભિયાનમાં સામેલ થવાનો ઉત્સાહ દેખાડ્યો, તેનું પરિણામ છે કે કોવિડ મહામારીની ત્રીજી લહેરને રોકવામાં આપણે સફળ રહ્યાં.
- Advertisement -
ત્રીજી લહેરમાં ખુબ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. મોટાભાગના લોકો સામાન્ય દવાઓ લઈને સાજા થઈ ગયા હતા. 96 ટકા વસ્તીનું રસીકરણ અભિયાન સાથે જોડાવું આપણા દેશની તાકાત છે.
એમઆરએનએ વેકસીનના મહત્વને સ્પષ્ટ કરતા નીતિ આયોજના સભ્ય ડો. વીકે પોલેસ કહ્યુ કે, આપણે આ પ્રકારની વેકસીનની જરૂર છે. આ વેકસીનનું નવું પ્લેટફોર્મ છે. અમે આ પ્લેટફોર્મ પર વેકસીન વિકસિત થતી જોઈ છે. કોરોના વાયરસને રોકવા માટે આ પ્રકારની વેકસીન બનાવવામાં આવી છે. દુનિયામાં આ પ્રયોગ સફળ રહ્યો છે. આ વેકસીન અસરકારક રહી છે. આ વેકસીન માનવતા માટે ભેટ છે. તેમાં દરેક વેરિએન્ટના કોવિડને રોકવામાં સફળતા મળી છે. ભવિષ્યમાં થનારી બીમારીઓને આ પ્રકારે રોકવાનો માર્ગ મળ્યો છે. ભારતમાં પુણેની કંપની જેનોવા બાયો ફાર્માસ્યુટિકલે આ દિશામાં નોંધનીય કાર્ય કર્યું છે.