આજે બપોરે 4 કલાકે, વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો આ સેમિનારમાં રાજ્યની 83 હજાર મંડળીના સભ્યો કાર્યક્રમમાં ભાગ લેશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આજના આ સેમિનારમાં સહકાર ક્ષેત્રે વડાપ્રધાન મોદી મહત્વની જાહેરાત કરી શકે છે. તેમજ ખાતરમાં ખેડૂતોને અપાતી સબસિડી બાબતે તેમજ સહકારી મંડળીઓના અધુનિકરણ બાબતે પણ વાતો કરી શકે છે.
આશરે 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો આ પ્લાન્ટ નેનો યુરિયા ફર્ટિલાઈઝરની 500 મિલીલીટર વજનની આશરે 1.5 લાખ બોટલ્સનું દૈનિક ઉત્પાદન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને આ અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.
ઈફ્કો નેનો યુરિયા લિક્વિડ એ ઈફ્કોની પેટન્ટેડ ટેક્નોલોજી દ્વારા તેના ગુજરાતમાં કલોલ ખાતેના નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવેલું વિશ્વનું પ્રથમ સ્માર્ટ ફર્ટિલાઇઝર છે.
- Advertisement -
વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે
ઉલલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આજે સવારે રાજકોટ ખાતે પોહોંચી ગયાં હતાં. જ્યાં તેઓએ આટકોટ ખાતે કે.ડી.પી. હોસ્પિટલ લોકાર્પણ પ્રસંગે તેઓએ જણાવ્યું કે સમાજમાં એવી સ્વસ્થતા માટેનું વાતાવરણ બનાવીએ કે આ હોસ્પિટલ ખાલીને ખાલી જ રહે. સૌ કોઇ સ્વસ્થ રહે તો કોઇએ આવવુ જ ન પડે. અને જો હોસ્પિટલમાં આવે તો પહેલા જ કરતા તાજો તમતમતો થઇને પાછો જાય તેવુ આ કાર્ય આ હોસ્પિટલમાં થવાનું છે તેમ જણાવ્યું હતું.