ગાઝામાં સીઝફાયરનો પ્રસ્તાવ UNSCમાં પાસ
નેતન્યાહુએ કહ્યું- હમાસના ખાતમા પહેલા યુદ્ધ અટકશે નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.11
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 8 મહિનાથી ચાલેલા યુદ્ધ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ઞગજઈ)માં સીઝફાયરનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકાએ રજૂ કર્યો હતો. સોમવારે યોજાયેલા મતદાનમાં, 15માંથી 14 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે વીટો પાવર ધરાવતું રશિયા આ પ્રસ્તાવથી દૂર રહ્યું હતું. પહેલીવાર અમેરિકા દ્વારા રજૂ કરાયેલ સીઝફાયર પ્રસ્તાવમાં 3 તબક્કામાં યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 સપ્તાહનો સીઝફાયર રહેશે. આ સમયગાળા દરમિયાન, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા કેટલાક ઇઝરાયલ અને ઇઝરાયલમાં કેદ પેલેસ્ટિનિયનોને છોડવાની વાત કરવામાં આવી છે. આ પછી, બીજા તબક્કામાં યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે. છેલ્લા તબક્કામાં ગાઝા પટ્ટીને ફરીથી વસાવવાનો ઉલ્લેખ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગયા મહિને આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી.
અમેરિકાના મતે ઇઝરાયલ આ પ્રસ્તાવને પહેલા જ સ્વીકારી ચુક્યું છે. નેતન્યાહુએ કહ્યું- હમાસના ખાતમા પહેલા યુદ્ધ અટકશે નહીં જોકે, કેટલાક ઇઝરાયલ અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી હમાસ ગાઝામાંથી ખતમ નહીં થાય ત્યાં સુધી તેઓ યુદ્ધ ચાલુ રાખશે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે બાઈડને પ્રસ્તાવનો અમુક ભાગ જ સાર્વજનિક કર્યો છે. હમાસનો સંપૂર્ણ ખાતમો થશે ત્યારે જ ઇઝરાયલ કાયમી સીઝફાયરની વાત કરશે. બીજી તરફ, હમાસે ઞગજઈમાં પસાર કરાયેલા આ ઠરાવનું સ્વાગત કર્યું છે. મતદાન બાદ હમાસે કહ્યું કે તે મધ્યસ્થી સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ સિવાય અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝામાં સીઝફાયર માટે ઇઝરાયલની મુલાકાતે છે.