આરોપી અશ્વિન કાનગડ વિરુદ્ધ કલમ 302 અને એસ્ટ્રોસિટીનો ગુનો નોંધાયો
24થી 48 કલાકમાં આરોપી પકડાઈ જવાની ખાતરી મળતા અંતે મૃતદેહ સ્વીકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
શહેરમાં એસ.ટી. વર્કશોપ વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં સમજાવવા ગયેલા આંબેડકરનગરના યુવકને પોલીસ સ્ટેશને લઈ જઈ ઢોરમાર મારતા તેનું મોત નીપજતાં તેના પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલ ચોકમાં લઈ જઈ ચક્કાજામ બાદ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો દોડી જઈ હત્યામાં આરોપી એએસઆઈ અશ્ર્વિન કાનગડ સહિત આરોપીઓની 48 કલાકમાં ધરપકડ કરવાની બાંહેધરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી. દરમિયાન મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસે એએસઆઇ અશ્ર્વિન કાનગડ અને તપાસમાં જેમના નામ ખૂલે તેમની વિરુદ્ધ કલમ 302 અને એસ્ટ્રોસિટિનો ગુનો નોંધી તાત્કાલિક રાતોરાત કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
રાજકોટમાં ગત તા. 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિની રાત્રે માલવીયાનગર પોલીસ મથકમાં હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને પોલીસ દ્વારા બેફામ માર મરાતા સારવારમાં તેનું મોત થયું હતું. આ કસ્ટડીયલ ડેથ બાદ ગત રાત્રે હોસ્પિટલ ચોકમાં પથ્થરમારો અને તોડફોડ થઈ હતી હત્યારા પોલીસમેન અશ્વિન જેઠા કાનગડની ત્વરિત ધરપકડ કરવાની ખાતરી મળતા પરિવારે લાશ સ્વીકારી હતી.
પોલીસના ઢોર મારથી ઘવાયેલા યુવાનનું સવારે ખાનગી હોસ્પિટલમાં મોત થયા બાદ જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય અને એફઆઈઆરમાં પોલીસે જાણી જોય આરોપીનું નામ ન લખ્યું હોય એ નામ ઉમેરવામાં ના આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનો અને સમાજના આગેવાનોએ નક્કી કરતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈ સહિતના દોડી ગયા હતા પીએમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રોષે ભરાયેલા પરિવારજનો હમીર ઉર્ફે ગોપાલ રાઠોડના મૃતદેહને રાત્રે હોસ્પિટલ ચોકમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સામે લઈ ગયા હતા હોસ્પિટલ ચોકમાં મૃતદેહ લઈ જઈ ચક્કાજામ સર્જી ડેટ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો તેમજ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરતાં નાશભાગ મચી ગઈ હતી ડીસીપી દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા કેબીનો-લારીઓ ઉથલાવી નાખી હતી દરમિયાન પોલીસે આરોપીને 24થી 48 કલાકમાં પકડી લેવાની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો અને મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો હતો.