અપસેટ કિંમત કરતાં રૂ. 1.06 કરોડ જેટલું વધુ મૂલ્ય મળતા મનપાની આવકમાં વધારો થશે અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સને વધુ વેગ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ‘શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ’ ખાતે આવેલી કુલ 8 દુકાનોની જાહેર હરરાજી સફળતાપૂર્વક યોજાઈ હતી. પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોની હરાજી થઈ હતી.
- Advertisement -
હરાજીમાં મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી અને સક્રિય ભાગીદારી વચ્ચે તમામ દુકાનો અપસેટ કિંમતે કરતાં નોંધપાત્ર ઊંચી કિંમતે વેચાઈ હતી.
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શોપિંગ સેન્ટરમાં આવેલી તમામ 08 દુકાનો માટે અપેક્ષા કરતાં ઊંચી બોલીઓ પ્રાપ્ત થઈ હતી. મનપાને અપસેટ કિં. ની 2.36 કરોડ સામે હરાજીમાં 3.42 કરોડની બોલીઓ લગાવાવામાં આવી હતી આમ અપસેટ કિંમત કરતાં રૂ. 106 લાખ જેટલું વધુ મૂલ્ય મળતા મનપાની આવકમાં વધારો થશે અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સને વધુ વેગ મળશે.
જાહેર હરાજી શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ ખાતે શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. નાગરિકો અને વેપારીઓ દ્વારા દર્શાવેલી રસપ્રદ ભાગીદારીને પગલે ટાઉનશીપના વ્યાપારી વિસ્તારો પ્રત્યે વધતી માંગ સ્પષ્ટ થાય છે.



