આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ નગરપાલિકા વિસ્તારોમાં રહેતા સ્થાનિકોને પ્રાથમિક સુવિધાનો આભવ વર્તાય રહ્યો છે જેના લીધે સ્થાનિક રહીશો વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરવા જાય છે પરંતુ કોઈ નિર્ભર તંત્ર દ્વારા રજૂઆતનો કોઈ નિવેડો નહિ લાવતા અંતે જિલ્લા કલેકટર પાસે પોતાની માંગ લઈને જતા રહીશોને પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. ત્યારે આખાય જિલ્લાની તમામ નગરપાલિકાનું આ પ્રકારનું શાસન હોવા છતાં પણ વિકાસની વાતો થઈ રહી છે તેવામાં થાનગઢ શહેરના લગભગ દરેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે.
- Advertisement -
શહેરની મુખ્ય બજારોમાં થતી ગંદકી, ગટરોમાંથી ઉભરાતા ગંદા પાણી, પીવાનું સુધશ પાણીનો અભાવ, ઉબડ ખાબડ રોડ, પૂરતા સાધનો વગરની હોસ્પિટલો, શિક્ષણ માટે પૂરતા વર્ગ ખંડની આસુવિધા, ભણતર માટે પૂરતા શિક્ષકોનો અભાવ, યુવાનોને ખેલ કુદના મેદાનનો અભાવ સહિતના અનેક પ્રશ્નોથી થાનગઢના સ્થાનિકો પીડાતા હોવાને લીધે અનેક વખત રજૂઆત કરાઈ છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહિ ભરાતા અંતે આપ નેતા રાજુભાઈ કરપડાની આગેવાની સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ થાનગઢ નગરપાલિકાનો વહીવટ સંભાળતાં મામલતદારને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. સાથે જ જણાવાયું હતું કે જો આગામી દિવસોમાં થાનગઢના રહીશોની પ્રાથમિક સુવિધા અંગેની માંગ નહિ સંતોષાય તો આક્રમક દેવાયો કરવા માટેની ચીમકી પણ ઉચ્ચરાઈ હતી.