લાખોની કિંમતનો દારૂ અને ટ્રક સહિત કુલ 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લા પર છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર જખઈનો સપાટો જોવા મળે છે. જિલ્લામાં એક બાદ એક દરોડાથી સ્થાનિક પોલીસ તો ઠીક પણ જિલ્લા પોલીસ વડાની મહત્વની બ્રાન્ચ ગણાતા જિલ્લાની એલ.સી.બી તથા એસ. ઓ.જી શાખા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે હજુ હાલમાં જ બજાણા પોલીસ સ્ટેશનની હદમાં જખઈ ટીમે દરોડો કર્યો હતો.
- Advertisement -
ત્યાં ફરી એક વખત લીમડી હાઇવે પર પાણશીણા નજીક એક સાથે બે ટ્રકોને ઝડપી લઇ તેમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી લીધો છે. આ બનાવની જી વાત કરવામાં આવે તો લીમડી હાઇવે પર આવેલા પાણશીણા ગામ નજીક પેટ્રોલપંપ અને હોટેલ પાસે જખઈ ટીમ દ્વારા વિચ ગોઠવી ટ્રક નંબર આરજે 14 જી એફ 0377 તથા જીજે 27 ટી ડી 7905 એમ બે ટ્રકોમાંથી જુદી જુદી વિદેશી દારૂ તથા બિયરની કુલ 22,407 બોટલ કિંમત 71,66,280/- રૂપિયા સાથે બંને ટ્રકના ચાલક પ્રકશનાથ કેશવનાથ જોગી તથા ખેતારામ વાંકારામ જાટ (બંને રહે: રાજસ્થાન)ને ઝડપી પૂછપરછ દરમિયાન વિદેશી દારૂ મોકલનાર સતપાલસિહ યાદવનો ભાઈ, એક અજાણ્યો ઇસમ તથા રાજકોટ ખાતે વિદેશી દારૂ મંગાવનાર સહિત કુલ છ વિરૂદ્ધ ગુન્હો નોંધી બે ટ્રક, બંને ઝડપાયેલ ઈસમો પાસેથી મોબાઇલ કિંમત દશ હજાર રૂપિયા જી.પી.એસ ટ્રેકર સહિત કુલ 1,11,78,280/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.