ધ્રાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર ખાતે સ્ટોલ ધારકો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના પર્વ નિમિતે ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ ખુલવા પામ્યા છે આ ફટાકડાના સ્તોલમાં મોટાભાગે ગેરકાયદેસર રીતે ફટાકડાના સ્ટોલ ઉભા કરી પોતાની અને અન્ય લોકોની પણ જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ હવે જિલ્લાભરમાં ફટાકડા સ્ટોલ ધારકો વિરૂદ્ધ લાયસન્સ કે ફાયર સેફ્ટી નહિ હોવાથી ગુન્હા નોંધાયા હતા જેમાં ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ નજીક ખુમાનસિંહ ભૂપતસિંહ ચૌહાણ, પાટડી ખાતે વિજય ચોક નજીક પૂજાબેન ગોપિભાઈ ડાભી, રુખીબેન ચતુરભાઈ દેવીપૂજક, સવિત્રીબેન વરસંગભાઈ દેવીપૂજક, સુરેન્દ્રનગર પોપટપરા ખાતે પિયુષ ઉર્ફે જીગો પ્રભુભાઈ ચિહલા વિરૂદ્ધ લાયસન્સ અને ફાયર સેફ્ટી વગર ફટાકડાનો સ્ટોલ ચલાવવા બાબતે જીલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.