કોલસાના વહીવટ માટે બે કર્મચારીઓના સ્પેશિયલ ઓર્ડર કરાયા હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખનિજ ચોરી હવે ધમધોકાર ચાલતી થઈ છે. કારણ કે હવે તંત્રે જ કોલસાની ગેરકાયદેસર ખાણો ચલાવવા માટે રીતસરનો છૂટોદોર આપ્યો હોય તેવી સ્થિતિ ઉદભવ થઈ છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2023માં સુરેન્દ્રનગર જિલ્લાની જો વાર કરીએ તો ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટ અને તેઓની ટીમ દ્વારા બે હજાર કોલસાની ગેરકાયદેસર ખાણો એકાદ કરોડથી વધુના ખર્ચે પૂરવામાં આવી હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતું. પરંતુ હવે તો નીરવ બારોટ રહ્યા નથી જેથી ખનિજ વિભાગના અધિકારીઓ અને તંત્રના અન્ય કર્મચારીઓની સાથે ખનિજ માફિયાઓને પણ ખનિજ ચોરી માટે મોકળું મેદાન મળી ગયું હોય તેવું નજરે પડે છે. જેથી પ્રશાસનની એક મુખ્ય બ્રાન્ચમાં બે કચેરીઓની કોલસાના વહીવટ માટે બદલી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોનું જો માનીયે તો આ બે કર્મચારીઓ થાનગઢ, મુળી અને સાયલા પંથકમાં ચાલતા કોલસાની ગેરકાયદેસર ખાણોમાંથી ઉઘરાણું કરી પોતાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચાડે છે. સામાન્ય તાલુકા કચેરીમાં ફરજ બજાવતા આ બે કર્મચારીઓને સીધા જ બ્રાન્ચના હવાલે કરી તાલુકા કચેરીમાં સીમિત ફરજ બજાવતા આ બે કર્મચારીઓને જિલ્લામાં કોઈપણ જગ્યા પર પોતાની ફરજની કામગીરી કરી શકાય છે પરંતુ આ બંને કર્મચારીઓ જિલ્લાની અન્ય કોઈ વિસ્તાર નહીં માત્ર મુળી, થાનગઢ અને સાયલા પંથકમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણોમાં જ પોતાની ફરજ નિભાવે છે. જેથી હવે કોલસાની ખનિજ ચોરી ધમધોકાર અને ખુલ્લેઆમ ચલાવવા તંત્રે જ પરમિશન આપી હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે. જેથી સ્પષ્ટ કહી શકાય કે તંત્રના “પ્રતાપે” કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ હવે “રવિ” પણ આંબી જાય છે.
- Advertisement -
કોલસાના કાળા કારોબારમાં વહીવટીયા ખેલ માટે બે કર્મચારીઓની બદલી !
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશાસનમાંથી અચાનક બે કર્મચારીઓની બદલી મુખ્ય બ્રાન્ચમાં માત્રને માત્ર કોલસાના કાળા કારોબારમાં વહીવટીયા ખેલ માટે કરી હોય અને આ કર્મચારીઓ મોટાભાગે ગેરકાયદેસર કોલસાની ખાણોની આસપાસ નજરે પડતા હોવાની પણ વાત સામે આવી છે