દિલ્હીમાં આકરી ગરમીમાં લોકો પાણીના ટેન્કરની રાહ જોતા જોવા મળે છે અને એવા ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને ટેન્કરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં લોકો પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. આ જળ સંકટના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. એવામાં હવે પાણી માટે લોકોમાં લડાઈ થતાં જોવા મળી રહી છે.
દિલ્હીમાં આકરી ગરમીમાં લોકો પાણીના ટેન્કરની રાહ જોતા જોવા મળે છે. લોકો ડોલ અને ડબ્બા લઈને ટેન્કરની પાછળ દોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોના ઘણા વીડિયો અને ફોટો જોવા મળી રહ્યા છે. લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને ટેન્કરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ જળ સંકટ એટલું મોટું છે કે દિલ્હી સરકારે ગુરુવારે ઈમરજન્સી બેઠક બોલાવવી પડી હતી, આ ઉપરાંત પાણીનો બગાડ કરવા પર પહેલાથી જ દંડ ફટકારવામાં આવ્યો છે.
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ‘દિલ્હીમાં પાણીની તીવ્ર તંગી છે’
એવામાં કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આ વખતે સમગ્ર દેશમાં ઘણી ગરમી છે જેના કારણે સમગ્ર દેશમાં પાણી અને વીજળીની કટોકટી છે. ગયા વર્ષે દિલ્હીમાં વીજળીની સૌથી વધુ માંગ 7438 મેગાવોટ હતી. તેની સરખામણીમાં , પીક ડિમાન્ડ 8302 મેગાવોટ પર પહોંચી ગઈ છે, પરંતુ દિલ્હીમાં પાવર કટ નથી, પરંતુ પાણીની માંગ ઘણી વધી ગઈ છે જે દિલ્હીને પડોશી રાજ્યોમાંથી મળતું હતું તે પણ ઘટી ગયું છે એટલે કે માંગ વધી છે અને સપ્લાઈ ઘટી છે.’