જો તમને એમ કહેવામાં આવે તો આજે તમે 50 નહીં 49 વર્ષના છો તો કદાચ જન્મ તારીખથી ફરી એક વખત ગણવાનું ચાલુ કરો પરંતુ દક્ષિણ કોરિયામાં 5.1 કરોડ લોકોની ઉંમર એક જ રાતમાં એક થી બે વર્ષ ઘટી ગઇ છે. વાસ્તવમાં આ માટેનું કારણ નવો નિયમ છે. દેશમાં ઉંમરની ગણતરી કરવા માટે જે પધ્ધતિ અપનાવાતી હતી તે બદલી નાખવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય માપદંડ અપનાવ્યું છે.
દક્ષિણ કોરીયામાં હવે જન્મ સમયે શૂન્યથી ઉંમરની ગણતરી શરૂ થાય છે અને પ્રત્યેક જન્મદિવસે એક વર્ષ જોડવામાં આવે છે. પરંતુ અગાઉની પધ્ધતિ મુજબ બાળક જન્મે કે તુર્ત જ તેમની ઉંમર એક વર્ષની માની લેવામાં આવતી હતી અને તેટલું જ નહીં 1 જાન્યુઆરીએ તેમાં એક વર્ષનો વધારો થતો હતો.
- Advertisement -
તેમાં પણ જો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બાળક જન્મે અને તે અર્ધી રાત બાદ બે વર્ષનું થઇ જતું હતું. આ પધ્ધતિ હવે બંધ કરવામાં આવી છે અને જન્મ વખતે શૂન્ય તથા તેના બીજા જન્મદિવસે એક વર્ષ પૂરા તે રીતે ગણતરી કરાઇ છે.