ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહીત ખેડૂતોની રવી સિઝનમા ધાણા ઘઉં, ચણા સહિતના પાકો તૈયાર થઈ ગયા છે એક તો ખરાબ વાતાવરણને લીધે ઉત્પાદન પણ ઓછું થયુ છે અને અધૂરામા પુરૂ એકાદ મહિના પહેલા ઘઉના ભાવ 20 કીલોના 500 થી 600 હતા પણ જેવો ખેડૂતોનો પાક તૈયાર થયો કે ઘઉંના ભાવ સાવ તળીયે બેસી જતા અત્યારે 20 કીલોના 400 થી 460 થઈ જતા ખેડૂતોને પડયા ઉપર પાટૂ એવી હાલત થઈ છે આવી કડકડતી ઠંડીમાં ખેડૂતોએ ચાર મહિના પિયત આપી અને મહામહેનતે ઘંઉ તૈયાર કર્યા હોય અને આવી હાલત થાય છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે અને ખેડૂતો સતત નુકસાની વેઠી અને પાયમાલ થઈ રહયા છે અને સતત દેવા નીચે દબાઈ રહ્યા છે અને ખેતી છોડવા મજબુર થઈ રહયા છે જો આવુને આવું રહેશે તો કોઈ ખેડૂતો પોત પોતાના પરીવાર પુરતું અનાજ પકવવા મજબૂર થઈ જશેે.