મોતનું સાચું કારણ જાણવા શાપર પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું
સ્થાનીક લોકોની પૂછતાછ બાદ ઘટના સામે આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શાપરના પારડીમાં શનિવારે રાત્રે ભયંકર ઘટના બની હતી જેમાં રાહદારી પરપ્રાંતીય યુવકને ચાર શ્વાનોએ બચકાં ભરી ફાડી ખાધો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકનું રાજકોટ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું શ્વાનોના હુમલાથી મોત થયાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.
પારડી ગામ નજીક કિસાન ગેટ નજીકથી શનિવારે મધરાત્રે એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને શાપર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં શાપર પોલીસ સ્ટેશનના પીઆઇ રાણા સહિતની ટીમ હોસ્પિટલે દોડી આવી હતી યુવકના શરીર પર ગંભીર ઇજા શંકાસ્પદ હોય પોલીસે તપાસ કરતાં મૃતક યુવક બિહારનો વતની બિજયદાસ સહદેવદાસ ઉ.40 હોવાનું ખુલ્યું હતું પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા યુવકને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા હોવાનું સામે આવ્યું હતું યુવક જે સ્થળેથી મળ્યો તે સ્થળ તથા તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ લોકોની પૂછપરછ કરતાં બિજયદાસ નામનો પરપ્રાંતીય યુવક રાત્રીના એકાદ વાગ્યે ચાલીને પસાર થતો હતો ત્યારે ચાર શ્વાન તેની પાછળ દોડ્યા હતા. શ્વાનથી બચવા માટે બિજયદાસ દોડ્યો હતો, પરંતુ ભયને કારણે તે દૂર ભાગી શક્યો નહોતો અને રસ્તા પર પટકાયો હતો. રસ્તા પર પટકાયેલા બિજયદાસ પર ચારેય શ્વાન તૂટી પડ્યા હતા અને આખા શરીર પર બચકાં ભરી લીધાં હતાં અને માંસના લોચા નીકળી ગયા હતા દેકારો સાંભળી લોકો દોડી આવ્યા હતા અને શ્વાનોને દૂર કર્યા હતા