બાળકો ગંદકી ભર્યા વાતાવરણમાં અભ્યાસ કરવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
મૂળી તાલુકાના સરા ગામે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ગંદકી ભર્યા વાતાવરણમાંથી અભ્યાસ માટે આવવા અને જવા માટે મજબૂર બન્યા છે સરા ગામે સરકારી શાળાના પ્રવેશ દ્વાર સામે જ ગટરના ઉભરતા પાણી અને ગંદકીના લીધે બાળકના ભણતર પર અસર પડી રહી છે.
- Advertisement -
કોમસા દરમિયાન ઉભરાતી ગટરના લીધે બાળકોને બીમારીનો સતત ભય રહે છે. સાથે જ છેલ્લા કેટલાક દિવસોથી ગટરની ઉપરનો સ્લેબ ભાંગી પડતાં ગંદા પાણીની અતિશય દુર્ગંધને લીધે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભણતરમાં ખલેલ પહોંચાડે છે આ પ્રકારની સ્થિતિને લીધે અનેક વખત સરા ગ્રામ પંચાયતને રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તેવામાં સરકારી સ્કૂલના આચાર્ય દ્વારા ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે.



