સગાઈ પ્રસંગે આવેલા મહેમાન સાથે માથાકુટ કરવા હથિયારો લઈ શખ્સો ધસી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો હવે માત્ર ચોપડા પર હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે જેમાં રતનપર વિસ્તારમાં એક સગાઈના પ્રસંગમાં આવેલા મહેમાન સાથે દુશ્મનાવટ કાઢવા એક – બે નહિ પરંતુ 23 શખ્સોની ટોળું હથિયાર લઈને ધસી જઇ લૂંટ અને તોડફોડ આદરી હતી જોકે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તમામ ઈસમો વિરુધ ગુન્હો નોંધી કેટલાક ઇસમોને ઝડપી પણ લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોરાવરનગર પોલીસ મથકના રતનપર વિસ્તાર ખાતે રહેતા મહેબુબભાઈ ફતેમહમદ ભટ્ટીના દીકરીના સગાઈ પ્રસંગે આવેલા મહેમાનોમાં મોરબીથી વલીમહમદ દાઉદભાઈ માણેક પણ આવ્યા હતા. ગત 30 જાન્યુઆરીના રોજ જ્યારે સાંજે પ્રસંગ પૂર્ણ થયો હતો અને કેટલાક મહેમાનો સહિત વલીમહંમદભાઇ પણ ઘરની બહાર બેઠા હોય ત્યારે અચાનક હથિયાર લઈને આવેલા ટોળાએ સગાઈ પ્રસંગમાં આવેલા મહેમાનોની કાર પર તોડફોડ શરી કરી દીધી હતી આ તરફ માથાકુટ સર્જવા આવેલા શખ્સોને મહેબુબભાઈ ભટ્ટી દ્વારા પ્રસંગ નહિ બગાડવા માટે જણાવતા મહેબૂબભાઈને લાફો મારી ખિસ્સામાંથી વિશ હજાર રૂપિયાની લૂંટ કરી નાશી ગયા હતા. આ તરફ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી જેમાં આ શખ્સોને મોરબીથી આવેલા વલીમહમદ સાથે માથાકુટ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્થાનિક પોલીસ દ્વારા માથાકુટ સર્જનાર તમામ 23 ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી પણ હાથ ધરી હતી.
સગાઈ પ્રસંગે માથાકુટ સર્જનાર શખ્સો યાકુબ કાળુખાન પઠાણ, કકો કાળુખાન પઠાણ, સદ્દામ આદમભાઈ કટિયા, ફિરોજ દિલુભાઈ કટીયા, અલ્તાફ હનીફભાઇ જામ, દાદુ હમિદભાઈ જામ, હસો હમીદભાઈ જામ, ઇમરાન ગફૂરભાઈ માલાણી, મહમદ કરિમભાઇ સામતાણી, આમીન દિલુભાઇ કટીયા, સુભાન અબ્બાસભાઇ મોવર, મોહસીન અબ્બાસભાઇ મોવર, મુસા મહંમદભાઇ માલાણી, મોહસીન મહંમદભાઇ માલાણી, સલીમ મસાલો, મુન્ના સલીમભાઈ, માસ્ક સલીમભાઈ, અયુબ મુસાભાઈ કાજેડિયા,રાજાબાબુ રાયસંગભાઈ માલાણી, રમજાન રાયસંગભાઇ માલાણી, સલીમ શાહરૂખભાઈ મોવર, યાસીન સલીમભાઈ મોવર, ઇકબાલ સલીમભાઈ કટીયા.