ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના નવી માંડરડી ગામે ધાતરવડી નદીના કાંઠે સામે આવેલ રામજીભાઇ નારણભાઇ ખાગડની વાડીમા કૂવામા દિપડો ખાબકયો હતો. વહેલી સવારે દીપડો વાડીના કૂવામા પડેલ હોય ત્યારે ખેતી કામ કરી રેહલા ખેડૂતે જોતા જ તાત્કાલિક રાજુલા વન વિભાગને જાણ કરવામા આવી હતી જે બાદ વન વિભાગ આર.એફ.ઓ યોગરાજસિંહ રાઠોડ સહીત સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ દિપડાને રેસક્યુ કરવા માટે કામગીરી હાથ ધરવામા આવી હતી. રાજુલા વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને રેસક્યુ કરી પાંજરે પુરવામા સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ દિપડાને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો છે. આ કામગીરીમા રાજુલા રેન્જ આર.એફ.ઓ યોગરાજસિંહ રાઠોડ, વનપાલ આઇ.વી.ગોહીલ, આર.પી.વઘાસીયા, વાય.એમ.આસકાની, એચ.આર.બારૈયા, ટ્રેકર યુવરાજ, મુનાભાઇ, આસીફભાઇ, સંજયભાઇ, ભરતભાઇ, જુનેદભાઇ તેમજ વનવિભાગ સ્ટાફ તથા ટ્રેકર જોડાયા હતાં.