રોડ-રસ્તાઓ, પાણી, બાગ બગીચાઓ સહિતનો સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજુલા નગરપાલિકામાં બે વર્ષ બાદ શાસન આવ્યા બાદ રાજુલા નગરપાલિકાનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 33 કરોડના વિકાસ માટેનુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
રાજુલા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન મયુરભાઈ દવે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ તેમજ રવુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં આ જનરલ બોર્ડની મીટીંગ મળી હતી.
જેમાં રાજુલા શહેરના રોડ-રસ્તાઓ, બાગ-બગીચાઓ, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિત રાજુલા શહેરના વિવિધ વિકાસ માટે રૂ. 33 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટને સર્વાનુમતે પસાર કરાયું હતું. આ બજેટને 28 સભ્યોએ બહાલી આપી હતી.
આ બાબતે યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે આગામી દિવસોમાં રાજુલા શહેરના તમામ સામાન્ય પ્રાથમિક પ્રશ્નો ઉકેલી અને ભ્રષ્ટાચારમુક્ત શાશન આપવામાં આવશે. તેમજ રવુભાઇ ખુમાણે જણાવેલ કે, રાજુલા શહેરને વધુમાં વધુ વિકસિત બને અને શહેરના તમામ પડતર પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવા માટે પ્રયત્નો હાથ ધરીશુ.



