લીવર વાયરથી ટુંપો દઈ હાથ-પગ બાંધી દીધા બાદ લાશ સળગાવી દીધી
આજી ડેમ પોલીસમાં નોંધાયેલ હત્યાના ગુનામાં સગીર સહિત ત્રણ આરોપીની ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટના આજીડેમ પાસે સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી બે દિવસ પૂર્વે 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી બનાવને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો મૃતક સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતો વિપુલ વશરામભાઈ ક્યાડા ઉ.35 હોવાનું જાણવા મળ્યું હતું તેમજ હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે શામળભાઈ ઉર્ફે વિરમભાઈ વકાતર અને મેહુલ ઉર્ફે હકો વકાતર તેમજ એક સગીરને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પૈસાની લેતીદેતી હત્યામાં કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સ્વાતિ પાર્કના રસ્તેથી હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ આજી ડેમ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતાં મૃતક ભગીરથ સોસાયટીમાં રહેતાં વિપુલભાઈ વશરામભાઈ ક્યાડા હોવાનું ખુલતાં પરિવારજનોને જાણ કરી હતી પૈસાની લેતીદેતી સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગોંડલીયા અને ટીમે ઉપરોક્ત ત્રણેયને સકંજામાં લઈ પૂછપરછ કરતાં આરોપીઓએ એવી કબૂલાત આપી હતી કે આરોપી શામળ ઉર્ફે વિરમે આજથી આશરે 2 વર્ષ પહેલાં મૃતક વિપુલ પાસેથી 8 લાખ લીધા હતા જે રૂપિયા વિપુલ પરત માંગતો હોય શામળ ઉર્ફે વિરમ પાસે રૂપિયાની સગવડ ન હોય તેમ છતા અવાર નવાર રૂપિયાની માંગણી કરતો હતો અને ઘરે પણ રૂપિયા લેવા આવતા હતો બનાવના દિવસે વિપુલએ આરોપી શામળને ફોન કરી સાંજે થોડા ઘણા રૂપિયાની સગવડ કરી રાખજે હું રૂપિયા લેવા તારા વાળે આવીશ તેમ કહ્યું હતું.
જેથી આરોપી શામળએ તેના ભાઇ મેહુલ તથા સગીરને વાત કરી હતી અને સાંજે વિપુલ રૂપિયા લેવા આવે ત્યારે તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું આ દરમિયાન આરોપી શામળએ તેના ભાઇ સાથે છકડો રિક્ષાનો લીવર વાયર મંગાવી રાખ્યો હતો સાંજે વિપુલ આરોપીના વાળે આવતા રૂપિયા બાબતે મોડી રાત સુધી ચર્ચા કરી હતી ત્યાર બાદ આરોપીઓએ મૃતકને કહ્યું હતું કે, આપણે બાજુમાં બીજી જગ્યા છે ત્યાં બેસીને નીરાતે ચર્ચા કરી તેમ કહી મૃતકને એક વંડામાં લઇ ગયા હતા. જયાં ચર્ચા કર્યા બાદ વિપુલે આવતીકાલે રૂપિયા લેવા આવીશ સગવડ કરીને રાખજે તેમ કહીં ઉભો થયો ત્યારે આરોપી શામળએ બંન્ને હાથ પકડી લીધા અને મેહુલ તથા સગીરે પકડી નીચે પાડી દીધો હતો અને આરોપી શામળએ લીવર વાયર ગળામાં વીંટાળી ખેંચી ગળેટૂંપો દઇ મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ વંડાની બાજુમાં આવેલા ખરાબામાં લાશ લઇ જઇ બંન્ને હાથ પગ દોરીથી બાંધી મોઢામાં પણ દોરી બાંધી પોતાના વાળે જતા રહ્યા હતા તે પછી મૃતકનીની ઓળખ ન થાય તેમજ કોઇના ફિંગરના આવે તે માટે લાશને સળગાવી દેવાનું નક્કી કરી મોડી રાત્રિના મોટર સાયકલમાંથી પેટ્રોલ કાઢી મૃતકની લાશને સળગાવી નાંખી હતી અને લાશ ફેકી દીધી હતી જો કે પોલીસે ત્રણેયને દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.