45 કરોડથી વધુની મિલ્કતની હરરાજી
અંદાજિત 10 મિલ્કતની હરરાજી મનપાની વેરા વિભાગ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મનપા વેરા વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસથી માર્ચ સુધી રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ત્યારે 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રહેણાંકની મિલ્કતની હરરાજી કરવામાં આવતી હોય છે ત્યારે ગત વર્ષે બાકી રહી ગયેલી મિલ્કતોની પણ આ વખતે હરરાજી કરવામાં આવશે.
જેમાં અંદાજે 45 કરોડથી વધુની મિલ્કતોની હરરાજી થશે. જેમાં પ્રથમ 10 મિલ્કતોની હરરાજી કરવામાં આવશે જેની તારીખ ટૂંક સમયમાં બહાર પડશે.
મહાપાલિકાના વેરાવિભાગ દ્વારા કોમર્શીયલ અને રહેણાકની મિલ્કતનો એક લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારની મિલ્કતો જપ્ત કરી તેની જાહેર હરરાજી કરવામાં આવતી હોય છે. ગત જાન્યુઆરી દરમિયાન 190 થી વધુ મિલ્કતો જપ્ત કર્યા બાદ હવે તામામ મિલ્કતો કે જેની અંદાજીત કિંમત 45 કરોડથી વધુ થવા જાય છે. તેની હરરાજી કરવા માટે તૈયારીઓ આરંભી છે. પ્રથમ 10 મિલ્કતની હરરાજી કરવામાં આવશે. જેના માટે તારીખ અને સમય સહિતની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.