ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની બીજી લહેરની જેમ ત્રીજી લહેર પણ વધુ ઘાતકરૂપ સાબિત ન થાય તે માટે તંત્ર દ્વારા 100 ટકા વેક્સિન કામગીરી પૂર્ણ કરવામાં આવે તે માટેના અનેક પ્રયાસો હાથ ધરાયા છે. રાજકોટમાં અત્યાર સુધી 65 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
રાજકોટમાં 287658 મહિલાઓએ અને 365214 પુરુષોએ વેક્સિન લીધી. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં વેક્સિનેશન માટે લોકોમાં ઉત્સાહ દેખાયો હતો. રાજકોટમાં વેક્સિનેશન માટે 7.96 લાખ ડોઝ વપરાયા છે. રાજકોટમાં પહેલો ડોઝ લેનારની સંખ્યા 652983 હતી, જયારે બીજો ડોઝ લેનારની સંખ્યા 143320 છે. રાજકોટના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વેક્સીનેશન થયું છે. આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમાં 28198 ડોઝ, નાના મવા આરોગ્ય કેન્દ્રમાં 24274 ડોઝ, નંદનવન આરોગ્ય કેન્દ્રમાં 24077 ડોઝ, મવડી આરોગ્ય કેન્દ્રમાં 22794 ડોઝ લોકો ને અપાયા છે ત્યારે હવે વેક્સીનેશનની ગતિમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. રાજકોટમાં 18-44 વર્ષના 389055 લોકોએ વેક્સિન લીધી છે. જયારે 45-60 વર્ષના 154234 લોકોએ વેક્સિન લીધી છે. આ સાથે 60થી વધુ વર્ષના 109426 લોકોએ વેક્સિન લીધી છે.


