મનપાના ચોપડે અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત એક માસમાં 110
156 આસામીને નોટિસ આ5વામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ શહેરમાં દિવાળી પૂર્વે જ રોગચાળો વકર્યો છે. મહાનગરપાલિકાના ચોપડે જ છેલ્લા 1 અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત 1 માસમાં 110 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 8 તો ચિકનગુનિયાના 3 દર્દી સામે આવ્યા છે. આતો રાજકોટ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા કેસો છે, પરંતુ જો ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ ઉપર નજર કરીએ તો તેનો આંકડો હજારોમાં છે. જોકે, નૂતન વર્ષમાં જ રોગચાળો ફેલાતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 21થી 27 ઓક્ટોબર દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની 360 ટીમો દ્વારા 93,338 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 5,637 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં 452 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 478 અને કોર્મશીયલ 156 આસામીને નોટિસ આ5વામાં આવી તથા રૂપિયા 71,950 નો વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.