ભારે મહેનત બાદ LCB જથ્થો જપ્ત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
દારૂની હેરાફેરી તેમજ છુપાવી રાખવા માટે બુટલેગરો નવા- નવા કીમિયા અપનાવે છે. તેવામાં ગઇકાલે રાજકોટમાં એક જ રાત્રિમાં બે બુટલેગરના ઘર પર એક જ મોડેસ ઓપરેન્ડીથી છુપાવેલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં જખઈ દ્વારા થોરાળા વિસ્તારમાં અને કઈઇ ઝોન વન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તરમાં બુટલેગરના ઘર પર રેડ પાડી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. બુટલેગર પિતા-પુત્રએ ઘરના કબાટમાં સુરંગ બનાવી દારૂ છુપાવી રાખ્યો હતો. દારૂનો જથ્થો બહાર કાઢતા પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. જપ્ત વિદેશી દારૂની બોટલની સંખ્યા જોતા લાગે જાણે ફ્લોરિંગમાંથી પૂરો બાર નીકળ્યો છે. કઈઇ ઝોન વનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મકાનમાં રેડ કરતા મકાનની અંદર જમીનની નીચે એક ચોરખાનું બનાવેલું હતું. આ સાથે અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 332 બોટલ મળી કુલ 1,02,300નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. આ સાથે ફરાર આરોપી બુટલેગર પિતા- પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતીક ચંદારાણાની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ સામે અગાઉ 6 જેટલા ગુના નોંધાયા હતા. જેથી જખઈ ટીમે તે ઘરે રેડ કરતા બુટલેગરના ઘરમાં જમીનની નીચે એક ચોરખાનું બનાવેલ મળી આવ્યું હતું. અનેક બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બુટલેગર હિતેશ ભગવાનજી મજેઠીયા ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં બૂટલેગર પિતા-પુત્રએ કબાટમાં સુરંગ બનાવી દારૂ છુપાવ્યો !
