ચાર સ્થળોએથી લાખોની રોકડ ચોરી લેનાર 5 શખ્સોની 31.60 લાખની રોકડ સાથે ધરપકડ
સૂત્રધાર 17 વર્ષથી રાજકોટમાં રહેતો હોય વતનથી સાગરીતોને બોલાવી નજર ચૂકવી હાથફેરો કરતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા કારખાનેદાર વેપારી અને ફેકટરી માલિક સહીતના ચાર મકાનોમાં દીવાળી નીમીતે સાફ સફાઈ કરવા આવેલા ચાર પરપ્રાંતીયોએ કબાટમાં રહેલ માતબર 2કમ જોતા ચારેય મકાનમાંથી રૂ.33 લાખથી વધુની રોકડ મત્તાનો હાથફેરો કરી ફરાર થઈ ગયાના બનાવની ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી 5 શખસોને ઝડપી લઈ 31.60 લાખની રોકડ સહિતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બેકબોન પાર્કમાં રહેતા દેવ મુકેશભાઈ બુટાણી નામના વેપારીના મકાને સફાઈ કામ કરવા ગયેલા બંસી સહીત ત્રણ શખસોએ કબાટમાંથી રૂ.60 હજારની રોકડ મતાની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરીયાદ નોધાવવામાં આવી હતી તેમજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલિગ્રામ એપાર્ટમેન્ટ રહેતા કેતન રમેશભાઈ કથીરીયા નામના વેપારીના મકાને પ્રભુ સહીતના શખસોએ 7 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટ રહેતા અને બાંધકામ તેમજ બે કારખાના ધરાવતા હરસુખ બુચભાઈમથકના પીઆઈ. હીરપરા તથા પીએસઆઈ બોધાભાઈ ઠુંમ્મર નામના કારખાનેદારના ઘરે દીવાળી નીમીતે ઘરની સફાઈ કામ કરવા આવેલા પ્રભુભાઈ અને ત્રણ અજાણ્યા શખસોએ પરીવારની નજર ચુકવી કબાટમાંથી રૂ.14 લાખની રોકડ મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. અને આ અંગે તાલુકા પોલીસે હરસુખ ઠુંમ્મરની ફરીયાદ પરથી ચારેય સામે ગુનો નોંધયો હતો.તેમજ સાધુવાસવાણી રોડ પર કોપર સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી હર્ષ પ્રધ્યુમનભાઈ ભીલા ના ઘરેથી સાઈકામ કરવા ગયેલા પ્રભુ સહીત ચારેય શખસોએ રૂ.16 લાખની રોકડ માંથી રુ.12.63 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયાની યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ ડી હરિપરા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી 5 આરોપીઓને દબોચી લઈ 31.60 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
આ અંગે માહિતી આપતા ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓમાં પ્રભુલાલ સવજીભાઈ મીણા, બંસીલાલ દેવીલાલ મીણા, કાનુરામ ઉર્ફે કાંતિ રામજી મીણા, પવન થાવરચંદ્ર મીણા અને ગોપાલ ઉર્ફે ભૂપેશશંકર મીણાની ધરપકડ કરી 31.60 લાખનો મુદામાલ કબજે કર્યો છે તમામ આરોપીઓ રાજસ્થાનના વતની હોવાનું અને રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહી ઘર સફાઇકામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે આ ટોળકીમાં સૂત્રધાર પ્રભુલાલ છે જે 17 વર્ષથી રાજકોટમાં રહે છે અને સફાઇકામ તથા કલરકામ કરે છે દિવાળી ટાણે લોકોને સફાઇકામ કરાવવાનું હોવાથી વતનથી સાગરીતોને બોલાવી પોતે કામ રાખતો હતો અને ઘરધણીની નજર ચૂકવી રોકડ ચોરી લેતો હતો