પ્રદ્યુમનનગર પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી
સર્વિસ રાઇફલ તપાસ અર્થે ઋજક દ્વારા કબજે લેવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા જછઙ જવાન ગજુભા જિલુભા રાઠોડે ઉ.50એ સીપી કચેરીના પ્રવેશદ્વાર ખાતે જ ફરજ દરમિયાન ગત રાત્રે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડી રાત્રે આ પગલું ભરી લીધું હતું ગંભીર હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહીં તેમનું મૃત્યુ નીપજ્યું હતુ એસઆરપી જવાને શામાટે આપઘાત કર્યો તે જાણવા પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ
ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કચ્છના રાપરના અને હાલ ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતા ગજુભા રાઠોડની નાઇટ ડ્યુટી હતી 2011માં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા રાજકોટમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીની ડ્યુટી હોય છે રાત્રે સાડા ત્રણેક વાગ્યે સીપી કચેરીના ગેઇટ નંબર 3 કહતે ફરજ પર હતા ત્યારે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી ધરબી દીધી હતી તેમને સંતાનમાં બે દીકરી છે, જેમાંથી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે છેલ્લા ચાર મહિનાથી ગજુભા રાઠોડ પોલીસ કમિશનર કચેરીમાં એસઆરપી તરીકે ફરજ બજાવતા હતા અગાઉ તેઓ માલવિયાનગર પોલીસ મથકમાં ઙઈછ વાનમાં ફરજમાં હતા જે બાદ 112 જનરક્ષક આવતા તેમાં તેમની ફરજ હતી જે રાઇફલથી જછઙ જવાને આત્મહત્યા કરી તે ઋજકની ટીમ દ્વારા કબજે લેવામાં આવી છે બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે બનાવની જાણ થતા પ્રનગર પીઆઇ વસાવા સહિતનો કાફલો દોડી ગયો હતો અને આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
બુધવારે રાત્રે નિવૃત્ત અજઈંએ કર્યો હતો આપઘાત
- Advertisement -
રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતાં નિવૃત્ત એએસઆઇ નિરંજન જાની ઉ.62એ 10 ડિસમ્બરને બુધવારના રોજ રાત્રે પોતાના ઘરે પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો તેઓએ આંચકીની બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું નિરંજનભાઈ સીપી કચેરીમાં જ્યાં કંટ્રોલરૂમમાં નોકરી કરતા હતા તે જ સીપી કચેરીના પ્રવેશદ્વારે એસઆરપી જવાને આ પગલું ભરી લીધું છે.



