રાજકોટમાં 1 અને 2 જૂને બાબાનો કાર્યક્રમ : પાટીલે કાર્યકર્તાઓ સાથે કરી બેઠક
પાટીલે રેસકોર્સ ખાતે યોજનારા કાર્યક્રમ અંગેની તૈયારીઓની સમિક્ષા કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં 1 અને 2 જૂને બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાબાના કાર્યાલયની મુલાકાત લાધી છે. આ સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ અંગેની તૈયારી અંગે તાગ મેળવ્યો હતો.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાવા જઇ રહ્યો છે. જેને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઇ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાબાના કાર્યલયની મુલાકાત લીધી હતી. સાથે જ કાર્યક્રમ અંગે માહિતી મેળવીને કાર્યક્રમના આયોજકો સાથે વાતચીત કરી હતી. સાથે જ 2 દિવસીય કાર્યક્રમાં સુરક્ષા-વ્યવસ્થાને લઇ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યર્તાઓ સાથે બેઠક કરી હતી.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર 26 મેથી 3 જૂન સુધીમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં યોજાવા જઇ રહ્યો છે, જેને લઇ તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. બાબાના દિવ્ય દરબારમાં સુરક્ષા-વ્યવસ્થાને લઇ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે.બાબાના કાર્યક્રમમાં તમામ ભક્તો બાબાના દિવ્ય દરબારમાં જોવા માટે ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.