મારી નાખવાની ધમકી આપતા નોંધાઈ ફરિયાદ: ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
શહેરમાં હરિહર ચોક પાસે આવેલ પૂજા કોમ્પ્લેક્સમાં ઓફિસ ચલાવતા અને બાલાજી હોલ પાસે શ્રીરામ પાર્કમાં રહેતા એડ્વોકેટ પરેશભાઇ નગીનભાઇ કુકડિયાની ઓફિસમાં ઘૂસી રાજેન્દરસિહ ઉર્ફે રાજભા સુખપાલસિંહ જાડેજા નામના શખ્સે ધમકી આપી ફડાકા મારી દઈ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી કરી હતી.
એડ્વોકેટ પરેશભાઇ કુકડિયાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેક માસ પહેલાં વારસાઇ સર્ટિફિકેટ કાઢ્યું હતું. જેમાં સોગંદનામું કરવાના પ્રશ્ને સાંજે 6 વાગ્યે રાજભાનો ફોન આવ્યો હતો અને તેની માતાની સહી નહીં કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ઓફિસે આવતા પોતે પરિવારજનોને આંતરિક વિવાદ પૂરો કરી પછી સૌગંદનામું કરવાની સલાહ આપતા તેના માતા, કાકા સહિતના બહાર જતાં હતા ત્યારે આરોપીએ ધસી આવી મેં તને ના પાડી હોવા છતાં સોગંદનામું કેમ કર્યું કહી ઝાપટો મારી અને તને જોઇ લઇશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવતા એએસઆઇ માઢક સહિતના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
આરોપીઓનો કેસ નહીં લડવા રાજકોટ બાર એસો.નો ઠરાવ
- Advertisement -
રાજકોટના એડવોકેટ પરેશભાઇ કુકડીયા ઉપર તેઓની ઓફિસે કોઇ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તે સંદર્ભે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને રાજકોટ બાર એસો. દ્વારા સરકયુલર ઠરાવથી ઠરાવે છે કે આ કામના આરોપીઓ તરફે પોતાની નૈતીક ફરજ સમજી બચાવ પક્ષે કોઇપણ એડવોકેટએ આરોપી તરફે વકીલ તરીકે રોકાવવું નહીં તેવી વિનંતી રાજકોટ બાર એસો.ના ઉપપ્રમુખ સુરેશ ફળદુ દ્વારા કરવામાં આવી છે.