સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને ધારાસભ્ય ડો. દર્શિતા શાહના વરદહસ્તે શરૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 2, બજરંગવાડી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની બાજુમાં, વિરલ વાટીકાની સામે નિર્માણાધિન અદ્યતન ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસનું ખાતમુહૂર્ત ગુરુવારે, તા. 28/08/2025 સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના વરદહસ્તમાં રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ ઉપસ્થિત રહ્યા. મેયર નયનાબેન પેઢડીયા આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી હતી.
- Advertisement -
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, કોર્પોરેટર, વિવિધ સમિતિના પ્રમુખો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિત કુલ 50થી વધુ પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા. આ કામમાં 6,808 ચો.મી. વિસ્તારમાં ૠ+7 માળનું બાંધકામ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ફાયર સ્ટેશન, ફર્સ્ટ ફ્લોરમાં ફાયર ઓફિસર માટે ઓફિસ, સ્ટોર રૂમ અને સ્ટાફ રૂમની સુવિધા, 3 બેડ-હોલ-કિચનના 2 ફ્લેટ; સેક્ધડ ફ્લોરમાં 3 બેડ-હોલ-કિચનના 8 ફ્લેટ; અને થર્ડ ફ્લોરથી સાતમા ફ્લોર સુધી 2 બેડ-હોલ-કિચનના 40 ફ્લેટનો સમાવેશ છે. કુલ મળીને 50 ફ્લેટની સુવિધા હશે.
આ ફાયર સ્ટેશનનું નિર્માણ વોર્ડ નં. 1, 2, 3 અને 9ના આસપાસના આશરે 40,000 રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકોને ફાયર સુરક્ષા અને અદ્યતન સુવિધાનો નજીકથી લાભ આપશે.
આ યોજનાથી શહેરના ફાયર સેવાઓને મજબૂત બનાવવામાં આવશે અને આપત્તિની સ્થિતિમાં ઝડપી કામગીરી માટે અધિક સુવિધા પ્રાપ્ત થશે.