મહિલા તબીબને ક્લિનિક ચલાવવા આપી શારીરિક શોષણ કર્યું
આપત્તિજનક વિડીયો વાયરલ કરવાની અને સગાઈ તોડી નાખવાની ધમકી આપતો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં મહિલા તબીબ સાથે પારિવારિક અને મિત્રતાના સબંધ કેળવી લીધા બાદ તેનો આપત્તિજનક વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યા અંગે રાજકોટના અમી પાર્કમાં રહેતા હોસ્પિટલ સંચાલક આરોપી સુનિલ હિમતલાલ સૂચક સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલા તેણે ડોક્ટરની નોકરી બાબતની જાહેરાત જોતાં આરોપીનો સંપર્ક કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે તેના પત્ની ડોક્ટર હતા, જેનું કોરોનામાં અવસાન થયું છે.
જેથી તેની બંધ ક્લીનીક 50 ટકા ભાગીદારીમાં સંભાળી લેવાનું કહેતા તેમ કર્યું હતું. થોડા સમય બાદ આરોપી સાથે ઘર જેવા સંબંધ થઈ ગયા હતા એક વખત આરોપીએ તેને કહ્યું કે તમે મારા સ્વર્ગવાસી પત્ની જેવા લાગો છો. પરંતુ તેણે તે બાબત ઉપર ધ્યાન દીધું ન હતું તેને આરોપી સાથે મિત્રતા થઈ જતાં સાથે હરવા-ફરવા પણ જતાં હતાં 2023માં તેણે નોકરી મૂકી દીધી હતી અને અભ્યાસમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. તેની સગાઈ નક્કી થતાં તે વાત આરોપીને કરી હતી. થોડા સમય પહેલા તેની સગાઇ થઇ હતી ગઈ તા. 30 જાન્યુઆરીના રોજ સવારે તે કોલેજે જવા માટે માધાપર ચોકડીએ બસની રાહ જોઈ ઉભી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને તેની કારમાં બેસાડી કહ્યું કે મારી સાથે શરીર સંબંધ નહીં રાખ તો હું તારી સગાઈ તોડાવી નાખીશ, તારા આપત્તિજનક વીડિયો વાયરલ કરી દઈશ એવી ધમકી આપી બળજબરીથી લઈ ગયા બાદ શિતલ પાર્કમાં ધ સ્પાયર બિલ્ડિંગ-2માં 13માં માળે આવેલી ઓફિસમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો એટલું જ નહીં આરોપીએ તેને સ્માઈલ કરવાનું કહી તમાચા ઝીંક્યા હતાં.
તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ઘરે જવાની વાત કરતાં આરોપીએ તમાચા ઝીંકી કહ્યું કે સ્માઈલ આપ અહીંયા વીડિયો ચાલુ છે, તું પોલીસ સ્ટેશન જઈશ તો તારો વીડિયો તારા મંગેતરને મોકલી દઈશ. બાદમાં તેને કારમાં બેસાડી ઘરે મૂકી જવાના બદલે તેની નોકરીના સ્થળે મૂકી ગયો હતો. રસ્તામાં તમાચા ઝીંકી કહ્યું કે આજે જે કાંઈ થયું તે અંગે કોઈને વાત કરવાની નથી. થોડા દિવસ બાદ આરોપી તેના ઘરે આવ્યો હતો અને કહ્યું કે તારી બીજે ક્યાંય સગાઈ થાય તે મને પોસાતું નથી, તારે આજીવન કુંવારું જ રહેવાનું છે, જો તું સગાઈ નહીં તોડે તો તારા ફોટા અને વીડિયો વાયરલ કરી બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. થોડા દિવસ બાદ ફરીથી કાર લઈ માધાપર ચોકડીએ આવી તેને કહ્યું કે તારી સાથે શરીર સંબંધ બાંધ્યો છે તેનો વીડિયો વાયરલ કરી દઉં કે તું મારી સાથે આવીશ.
જેથી આરોપીની કારમાં બેસી જતાં રસ્તામાં તેના શરીર સાથે અડપલા કર્યા બાદ કારમાં જ તેને મુખમુથૈન કરવા મજબૂર કરી તેનો વીડિયો વાયરલ કરી સગાઈ તોડાવી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ તેને કોલેજના સ્થળે ઉતારી દીધી હતી રાત્રે તેના ઘરે આવી તેના પરિવારને તેના વિશે ખોટી વાતો કરી તેણે કહ્યું કે હું તારા વગર રહી શકતો નથી, મારી સાથે સંબંધ નહીં રાખે તો તારો વીડિયો વાયરલ કરી સગાઈ તોડાવી નાખીશ, બીજે ક્યાંય પણ તારુ સગપણ નહીં થવા દઉં. થોડા દિવસ પહેલા ફરીથી તેના ઘરે આવી તેના પરિવાર સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
- Advertisement -
એટલું જ નહીં તેને વોટ્સએપમાં ગાળો ભાંડી બિભત્સ મેસેજ કર્યા હતાં. જેથી તેણે આરોપીને બ્લોક કરતાં બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેને મેસેજ કરી તેણે ડીલિટ કરી નાખ્યા હતાં. આખરે કંટાળીને આરોપી વિરૂદ્ધ ગઇકાલે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.