રાજકોટના એંસી ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે વહેલી સવારે મહાપાલિકાની ઢોર પકડતા કર્મચારીઓ પર મીર્ચી સ્પ્રે છાંટી ફરાર થનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. વાંચી ન શકાય તેવી નંબર પ્લેટ સાથેની બાઈક ઉપર મોઢે રૂમાલ બાંધીને આવેલા બે શખ્સોએ જલદ મિર્ચી સ્પ્રે છાંટતા ચકચાર જાગી હતી. ત્રણ દિવસમાં જ ત્રીજો હુમલો થયો નોંધાયો હતો. અને આજે બે કર્મચારીઓને ઈજા પહોંચતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પહેલા પણ રાત્રે રેસકોર્સમાં પણ ઢોર પકડ પાર્ટી પર હુમલો થયો હતો. લોકોને ત્રાસરૂપ ઢોર પકડતા સ્ટાફમાં ભય ફેલાય તેવી આ ઘટનાના ઘેરા પડઘાં પડયા છે અને મનપા-પોલીસે વધુ કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. શહેરના હથીખાનામાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરાસિયા(ઉં.વ.52) અને નવા થોરાળામાં રહેતા મેરુ કરણભાઈ ચાવડા(ઉં.વ.28) એમ બન્ને આજે વહેલી સવારે થોરાળઆ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી સાથે નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગાયો પકડીને તેઓના ભાવનગર રોડ પર આવેલ ઢોર રાખવાની જગ્યા પર જતાં હતા. ત્યારે અમુલ સર્કલ પાસે પહોચતા ત્યાં બે બુકાનીધારી શખસે બાઈક પર આવી વાહન રોકાવી ઝપાઝપી કરી હતી અને બન્ને શખસે કેમિકલ સ્પ્રે છાંટતા બન્નેને આંખોમાં બળતરા થતા તેઓને ઇન્સ્પેક્ટર રવિભાઈ નંદાણીયાએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
રાજકોટમાં 80 ફૂટ રોડ પર ઢોર પકડતા સ્ટાફ ઉપર મીર્ચી સ્પ્રે છાંટનાર એક ઝડપાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias