ગૃહ ક્લેશ કારણભૂત હોવાની શંકા
રાજકોટ, તા.15
રાજકોટમાં દંપતીનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીમાં આ બનાવ બન્યો છે. બનાવના પગલે પોલીસને જાણ થતાં બી. ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી. પ્રાથમિક માહિતીમાં બન્ને નવદંપતિ હોવાનું જાણવા મળે છે. ગૃહ ક્લેશ કારણભૂત હોવાની શંકા છે.
- Advertisement -
મૃતકમાં બાબુભાઈ વીનુભાઈ સોલંકી(ઉ.વ.21) અને તેમના પત્ની મમતાબેન (ઉ.વ.20)એ વહેલી સવારે સાતેક વાગ્યે આત્મહત્યા કરી લીધો હોવાનું જાણવા મળે છે. ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વિગતો મેળવી આપઘાતની સ્પષ્ટ કારણ જાણવા પ્રયાસ થઈ રહ્યો છે. મૃતક યુવાન બાબુ વીડિયો શૂટિંગનું કામ કરતો હતો. પોલીસ તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે.