આવતીકાલે પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં શુભારંભ કરવામાં આવશે: 1,15,900 વૃક્ષો વાવવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ 2 ઓગસ્ટથી શહેરના વિવિધ વોર્ડમાં હયાત બગીચાઓમાં 43 ઓક્સિજન કોર્નર બનાવવાનાં અભિયાનનો આવતીકાલે સવારે 10:30 ક્લાકે પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં શુભારંભ કરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેય કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન અનિતાબેન ગૌસ્વામીની યાદીમાં જણાવાયું છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં કુલ 2500 છોડનું વાવેતર થનાર છે.
- Advertisement -
આ ઉપરાંત ડીસેમ્બર -2023 મહિના દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન દરમ્યાન ઓક્સિજન કોર્નરમાટે 1,15,900 છોડ, થીમ બેઇઝ ગાર્ડન માટે 10,000 છોડ, બ્લોક પ્લાન્ટેશન માટે 31,365 છોડ, મીયાવાકી પ્લાન્ટેશન 3,06,000 છોડ અને રોડ સાઈડ પ્લાન્ટેશન 68500 સહીત કુલ 5,31,765 જેટલા વિવિધ પ્રકારના છોડ વાવવામાં આવશે તેમ માન. મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, ચાર સ્થળોએ મીયાવાકી થીમ પર આધારિત પ્લાન્ટેશન કરવામાં આવનાર છે જેમાં રૈયાધાર ઠઝઙ, ન્યારીડેમ ડાઉનસ્ટ્રીમ, આજીડેમ નેશનલ હાઇવે લાગુ અને કોઠારીયા જઝઙ પ્લાન્ટ+ગૌરીદડ જઝઙ પ્લાન્ટનો સમાવેશ થાય છે. જેમાં કુલ 3,06,000 છોડનું વાવેતર કરવામાં આવનાર છે.