ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા ગયા બાદ હજૂ આચારસંહિતા ઉઠી નથી મતદાન પછી હળવી પરતું થયેલી આચાર સંહિતામાં પણ રાજકોટવાસીઓએ શહેરમાં 9620 અને જિલ્લાના 10 તાલુકામાં પ240 મિલ્કતનું ખરીદ- વેંચાણ કર્યું છે. આમ શહેર-જિલ્લામાં મે મહિના દરમિયાન કુલ 14,860 દસ્તાવેજ નોંધાયા છે. રાજકોટ શહેરમાં એક મહિનામાં સૌથી વધુ મોરબી રોડ ઉપર મિલ્કતના સોદા કરવામાં આવ્યા છે.
- Advertisement -
જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. એકલા મોરબી રોડ ઉપર જ 2052 મિલ્કતના સોદા કરવામાં આવ્યા છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે રોકડની હેરફેર ઉપર પ્રતિબંધ હોવાના કારણે નવી મિલ્કત ખરિદનારાઓએ રોકડ માટે એક મહિનાની મુદત નાંખવામાં આવી હતી.
મતદાન બાદ આચારસંહિતા હળવી થતા જ દસ્તાવેજ નોંધણીમાં ધસારો રહ્યો છે.રાજકોટ જિલ્લાના 10 તાલુકામાં સૌથી વધુ દસ્તાવેજ ગોંડલમાં નોંધાયા છે.
રાજકોટ શહેરની માફક ગામ્ય પંથકમાં પણ મોટા પાયે મિલ્કતનું ખરીદ-વેંચાણ થયું છે. ગોંડલમાં 1384 મિલ્કતના દસ્તાવેજ નોંધાયા છે.બીજૂ કારણ એ છે કે, રાજકોટથી નજીક અને શાપર, વેરાવળ તેમજ હડમતાળા જીઆઈડીસી વિસ્તારમાં મિલ્કતના સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. દસ્તાવેજ નોંધણીથી સરકારને કરોડો રૂપિયાની આવક થઈ છે.
તાલુકા મથકમાં નોંધાયેલ દસ્તાવેજ
- Advertisement -
તાલુકા દસ્તાવેજ
કોટડાસાંગાણી -505
લોધીકા -799
વિંછીયા -98
ઉપલેટા -525
જેતપુર -716
ધોરાજી -380
ગોંડલ -1384
જસદણ -431
જામકંડોરણા -114
પડધરી -293
કુલ -5240
રાજકોટ શહેરમાં ક્યાં કેટલા દસ્તાવેજ ?
વિસ્તાર દસ્તાવેજ
મવા -802
મવડી -1405
કોઠારિયા -1314
રાજકોટ તાલુકા -831
મોરબી રોડ -2052
રૈયા -1260
રતનપર -1120
રાજકોટ શહેર -820
કુલ -9620