ખાસ-ખબર સંવાદદાતા
તાલાળા-સુત્રાપાડા મત વિસ્તાર ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ લમ્પી વાયરસ તથા ગાયોની સારવાર માટે સુત્રાપાડા – તાલાલા વિસ્તારમાં સાતત્ય સહ સેવામાં તત્પર રહેલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પરીવાર તેમજ તે સેવાયજ્ઞમાં આપેલ સેવાને અનુલક્ષીને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને ધારાસભ્ય ભગવાનભાઇ બારડ,મહેન્દ્રભાઇ નાઘરે અને ગૌ સારવાર કેન્દ્રની ટીમના ડોક્ટરો, ડ્રાઇવર તેમજ કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમમાં તાલાલાની ધાવા ગામની તાજેતરમાં ધટના જે બની હતી તે બાળકી ધેર્યાને આત્માના શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં ભગવાનભાઇ બારડ સંચાલીત ગૌ શાળા દ્વારા 5500 બિનવારસી અને ગૌ શાળાની ગયોને વેકસીન આપવામાં આવ્યું છે.