ખાસ-ખબર સંવાદદાતા
સુદામા નગરી પોરબંદરમા શ્વાન અને ગાયો માટે સેવાકાર્ય કરવામા આવ્યુ હતુ. સમય ગૃપ દ્રારા 201 રોટલા બનાવામા આવ્યા હતા, અને શહેરના વિવિધ વિસ્તારમા શ્વાન અને ગાયોને ખવડાવામા આવ્યા હતા. પોરબંદરમાં સમય ગૃપની સેવા સરાહનીય છે. પરમહંસો, પશુ-પંખીઓ અને જરૂરીયાતમંદ પરિવારના બાળકો અને કીડિયારુ પૂરવાની અને ગાયો માટેની સેવા સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની અને શીરો સેવા માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે. ખાસ કરીને શ્વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે અને તે પણ ઘી અને ગોળવાળા રોટલા બનાવવામાં આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં રોટલા ખવડાવવામાં આવેલ.
પોરબંદરમાં સમય ગૃપ દ્વારા શ્ર્વાન અને ગાયોને ઘી ગોળવાળા રોટલા અપાયા
