ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં, હાર્બર મરીન પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં દારૂની બોટલોની સાથે તેના ખોખાનો પણ નાશ કરાયો. આ નાશની પ્રક્રિયા ખાસ હોવાથી, દારૂની બોટલો અને તેના ખોખા પર સીધા રોડરોલર ફેરવવામાં આવ્યો, જેની સાથે 28 લાખથી વધુ મૂલ્યના દારૂનો નાશ થયો.દરેક સમયે પોરબંદરમાં માત્ર દારૂની કાચની બોટલોનો નાશ કરવામાં આવતો હતો, પરંતુ આ વખતે દારૂ સાથે તેના ખોખા અને બોટલના પેટીઓનો પણ નાશ કરવામાં આવ્યો.
- Advertisement -
પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પ્રોહીબીશનના જુદા જુદા કેસોમાં જપ્ત કરાયેલા દારૂની બોટલો અને બીયર ટીન સહિત કુલ 28 લાખથી વધુના મુદામાલનો નાશ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસ.ડી.એમ.) એસ.એ.જાદવ, પોરબંદર નશાબંધી અને આબકારી વિભાગના ઇન્ચાર્જ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો.પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ, હાર્બર મરીન પોલીસ સ્ટેશનના અલગ-અલગ કેસોમાં પકડાયેલ 10,949 નંગ દારૂની બોટલો અને બીયર ટીનનો નાશ ઇન્દીરાનગર ખાતે દરિયાકાંઠે કરવામાં આવ્યો. નશાબંધીના કડક અમલ માટે મહત્વની કાર્યવાહી જૂનાગઢ રેન્જના મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, નશાબંધીના કડક અમલ માટે આ પ્રકારની કામગીરી અમલમાં મૂકાઈ રહી છે.