પોલેન્ડમાં સંશોધકોને ખોદકામ વખતે 17મી સદીની મહિલા પિચાસની કબર મળી આવી છે. કબરમાં મહિલાનું હાડપિંજર છે અને તેની પર એક દાતરડું ફીટ કરાયું છે.
પોલેન્ડમાં સંશોધકોને ખોદકામ દરમિયાન 17મી સદીમાં જીવતા વેમ્પાયર (લોહી ચૂસનાર ભૂત)ની એક કબર મળી છે. કબરમાં એક મહિલાનું હાડપિંજર નીકળ્યું છે પરંતુ આઘાતજનક વાત એ હતી કે મહિલા કંકાલના ગળાની ઉપર એક દાતરડું ફીટ કરાયું હતું. આ ઘટના બાદ સંશોધકોનું એવું માનવું છે કે આ મહિલા વેમ્પાયરની કબર હશે અને તેથી તેની પર દાતરડા જેવું ધારદાર હથિયાર ફીટ કરવામાં આવ્યું છે. જો કોઈ કારણસર મહિલા વેમ્પાયર ફરી જીવતી થાય તો દાતરડાં વડે કપાઈને તે પાછી કબરમાં જ સમાઈ જાય તેવો સંશોધકો માની રહ્યાં છે. સંશોધકો દ્વારા વધુ ખોદકામ કરવામાં આવતા તેમની નવાઈનો પાર રહ્યો નહોતો. આ વેમ્પાયરના આગળના દાંત અણીદાર મળી આવ્યા છે.
- Advertisement -
પોલેન્ડના પુરાતત્વવિદો 17મી સદીની કબર ખોદી રહ્યા હતા
પોલેન્ડના પુરાતત્વવિદો 17મી સદીની કબર ખોદી રહ્યા હતા. આ દરમિયાન તેમને એક એવી કબર મળી જેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કબરમાં સંશોધકોને એક મહિલાનું હાડપિંજર મળ્યું હતું. તેના ગળાની આસપાસ દાતરડું લગાવવામાં આવ્યું હતું. મહિલાના ગળા પર દાતરડું લગાવવાનો હેતુ એવો હતો કે જો આ સ્ત્રી મૃત્યુ પછી પણ જીવતી થાય તો તેનું માથું દાતરડાથી કપાઈને કબરમાં જ સમાઈ જાય.
'Vampire' in Poland Found Buried With a Sickle to Prevent The Rise of The Dead https://t.co/1M8cxUKt7w
— ScienceAlert (@ScienceAlert) September 5, 2022
- Advertisement -
મહિલાના આગળના દાંત વેમ્પાયર જેવા હતા
નિકોલસ કોપર્નિકસ યુનિવર્સિટીના પ્રોફેસર ડોરિઝ પોલિન્સકી, જેમણે તેની તપાસ કરનારા પુરાતત્ત્વવિદોની ટીમનું નેતૃત્વ કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે તેના આગળના દાંત વેમ્પાયર જેવા અણીદાર હતા. વળી, તેમાં સિલ્કની ટોપી પણ હતી. તેની કબરમાંથી ટોપીના તંતુઓ મળી આવ્યા છે. દાતરડું એવી રીતે સેટ કરવામાં આવ્યું હતું કે જો તે ફરીથી ઊંચકાય તો તેનું માથું કપાઈ જાય છે. અથવા તો ઈજાગ્રસ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં, તે કબરમાંથી પાછી બહાર ન આવી શકે. સ્મિથસોનિયન મેગેઝિન અનુસાર, તે 11મી સદીની વાત છે, જ્યારે પૂર્વીય યુરોપના લોકો પિચાસથી (લોહી ચૂસતું ભૂત) ડરતા હતા. તે સમયે લોકોનું માનવું હતું કે આ વેમ્પાયર મોત બાદ પણ પાછા આવશે અને લોહી પીવા માટે માણસોને મારી નાખશે. તેથી, આવા લોકોને દફન કરતી વખતે તેમના ગળા પર દાતરડું મૂકવામાં આવતું હતું. ક્યારેક લાશને ઉલટી કરીને પણ દફનાવી દેવાતી હતી અથવા તો કબરમાં સળગાવી દેવાતી હતી.