પ્રતિબંધિત આવામી લીગે જાહેરાત કરી: ચીફ એડવાઈઝર યુનુસના રાજીનામાની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજાના વિરોધમાં તેમની પ્રતિબંધિત આવામી લીગ પાર્ટીએ આજે દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે. આવામી લીગે ઢાકામાં ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT)ના ચુકાદાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. પાર્ટીએ વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસ અને મંત્રીઓના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. આવામી લીગના નેતા જહાંગીર કબીર નાનકે પાર્ટીના ફેસબુક પેજ પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં આ નિર્ણયને પક્ષપાતી અને રાજકીય બદલો ગણાવ્યો હતો. નાનકે કોર્ટની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યા કે, 14 ઓગસ્ટના રોજ ટ્રાયલ શરૂ થઈ અને 17 નવેમ્બરના રોજ ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે બે મહિનાના સમયગાળામાં ફક્ત 20 દિવસ જ કેસની સુનાવણી કરી. 84 સાક્ષીઓમાંથી ફક્ત 54 સાક્ષીઓને સાંભળવામાં આવ્યા. મુખ્ય જજ એક મહિના સુધી ગેરહાજર રહ્યા, છતાં ચુકાદો સંભળાવવામાં આવ્યો. હસીનાને ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ ICT દ્વારા હત્યા માટે ઉશ્ર્કેરણી અને હત્યાનો આદેશ આપવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
ઈંઈઝ એ તેના પર પાંચ કેસોમાં આરોપ મૂક્યા હતા. બાકીના કેસોમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ટ્રિબ્યુનલે શેખ હસીનાને જુલાઈ 2024ના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટરમાઈન્ડ જાહેર કર્યા. અન્ય આરોપી, ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને પણ હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. સજા સંભળાવતાની સાથે જ કોર્ટરૂમ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો. ત્રીજા આરોપી, ભૂતપૂર્વ આઈજીપી અબ્દુલ્લા અલ-મામુનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. મામુન હજુ પણ કસ્ટડીમાં છે અને સાક્ષી બની ગયો છે. કોર્ટે હસીના અને અસદુઝમાન કમાલની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ચુકાદા બાદ, બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન, મોહમ્મદ યુનુસે હસીનાને ભારતમાંથી ડિપોર્ટ કરવાની માંગ કરી હતી.
બાંગ્લાદેશમાં શાંતિ માટે વાતચીત ચાલું રખાશે: ભારત
ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા ચુકાદા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આ નિર્ણયની નોંધ લીધી છે. ભારતે યાદ અપાવ્યું કે તે બાંગ્લાદેશનો નજીકનો પાડોશી છે અને બાંગ્લાદેશના લોકોના કલ્યાણ, શાંતિ, લોકશાહી, તમામ સમુદાયોની ભાગીદારી અને દેશમાં સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત બાંગ્લાદેશની શાંતિ અને સ્થિરતાને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો સાથે રચનાત્મક રીતે વાતચીત કરવાનું ચાલુ રાખશે.
- Advertisement -
શેખ હસીનાએ જે કોર્ટની સ્થાપના કરી, તે જ કોર્ટે સજા સંભળાવી
હસીનાને મોતની સજા સંભળાવનારા ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલની સ્થાપના તેમણે પોતે જ કરી હતી. તેને 2010માં બનાવવામાં આવ્યું હતું. આ કોર્ટને 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન થયેલા વોર ક્રાઇમ્સ અને નરસંહાર જેવા મામલાઓની તપાસ અને સજા માટે બનાવવામાં આવ્યું હતું. જોકે આ ટ્રિબ્યુનલ બનાવવા માટે 1973માં જ કાયદો બનાવી દેવાયો હતો, પરંતુ દાયકાઓ સુધી પ્રક્રિયા અટકેલી રહી. તે પછી 2010માં હસીનાએ તેની સ્થાપના કરી જેથી ગુનેગારો સામે કેસ ચાલી શકે.



