ખેડૂતોએ બેંક મેનેજર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ભેંસાણ તાલુકાના વાંદરવડ, છોડવડી સહકારી મંડળીમાં ખેડૂતોની જાણ બહાર ધિરાણ મેળવી લઇ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. ત્યારે ભેસાણ તાલુકાના જુની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાં પણ કૌભાંડ થયાની ખેડૂતોને આશંકા છે. ગામના સભાસદ ખેડૂતોે જુની ધારી ગુંદાળીના ખેડૂતોએ ભેસાણ મામલતદાર અને સહકારી બેંકના મેનેજરને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં જુની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળીના કર્મચારીઓએ એટીએમ અને પાન કાર્ડ લીંક કરવાના બહાને એટીએમ કાર્ડ અને ચેકબુક મેળવી લઇન તેમાથી ખેડૂતોની જાણ બહાર અંદાજે છ કરોડ રૂપિયાનું ધિરાણ મેળવી લીધાનો આક્ષેપ કર્યો છે. આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરાવમાં આવે એવી માંગ કરી હતી. ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા બે ત્રણ વર્ષથી આવુ કૌભાંડ ચાલે છે. વાંદરવડ અને છોડવડી મંડળીમાં જે રીતે કૌભાંડ થયુ હતુ એવી જ રીતે જુની ધારી ગુંદાળી ગામની મંડળીમાં કૌભાંડ કરવામાં આવ્યાની આશંકા છે.