ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર તાલુકા ના નાંનાવાડા ગામ ની ગ્રામ પંચાયત હાલ મૂર્છિત અવસ્થામાં છે.ગત એપ્રિલ 2022 માં આગલી ગ્રામ પંચાયત ની મુદ્દત પૂરી થઈ ગઈ….જેને દસ માસ વિતી જવા છતાં નાનાવાડા ગ્રામ પંચાયત ની ચૂંટણી હજુ યોજાઇ નથી. નવાઈ ની વાત એ છે કે નાનાવાડા ગામ ને આદર્શ ગામ નો દરજ્જો મળ્યો છે.પણ હાલ ધણી ધોરી વગર નાં ગામ માં ગંદકી નાં થર જામ્યા છે નાનાવાડા ગામ તાલુકા નું છેવાડા નું અને વધારે અનુસૂચિત જાતિ નો લોકો નું ગામ છે.આ ગામે પણ રાજ્યનાં વિકાસ ની સાથે હરણ ફાળ ભરી છે.અને આદર્શ ગામ નું બિરૂદ પણ હાંસલ કર્યું છે. પણ હાલ આગેવાની વગર નાં ગામ માં વિકાસ ઠપ્પ થઈ ગયો છે.આદર્શ ગામ ગણાતા નાનાવાડા માં દસ માસ.થી ગ્રામ પંચાયત ની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ ચૂંટણી નહિ યોજાતા હાલ ગામ ધણી ધોરી વગર નું બન્યું છે.ગામ માં ગંદકી નાં ઘર જહમ્યા છે.મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ પણ થયું છે.તો વિકાસ કામો ખોરંભે ચડ્યા છે. તાજેતર માં રોડનાં કમી એજન્સી મારફત શરૂ થયા હતા.પણ કામ નબળું બનતું હોવાનું જણાતા ગામ લોકોએ આ કામ બંધ કરાવી દીધા હતાં. નાનાવાડા ગામ માં રસ્તા …પાણી…..વીજળી વેગેરે પ્રશ્નો રોજિંદા છે. પણ ગ્રામ પંચાયત મૂર્છિત અવસ્થામાં હોય કોઈ ફરિયાદ સાંભળું નથી. આ તમામ સમસ્યા ઓ નું સમાધાન ગ્રામ પંચાયત ની ચૂંટણી છે જે વહેલી તકે યોજાઈ તેવી સમસ્ત નાનાવાડા ગામના લોકોની માંગ છે.